હજારો ની સંખ્યામાં ઠાકોર સમાજની જનભેદની ઉમટી ૨૦૨૬ ના નવા વર્ષમાં નવું બંધારણ રચાયું
વાવ થરાદ ના દિયોદર ઓગડજી ની ધરા પરથી ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં ઉતર ગુજરાતમાં આજથી નવા બંધારણ નું અમલીકરણ કરવા આહવાન કર્યું હતું

•એક સમાજ એક રિવાજ ,એક રિવાજ શ્રેષ્ટ સમાજ કુરિવાજો ને તિલાંજલી આપી નવું બંધારણ ની રચના કરાઈ
* સાંસદ ગેનીબેન ઠાકોરે પેટી ખોલી સમાજનું નવું બંધારણ સમાજ સમક્ષ રજૂ કર્યું સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ને ડામવા 16 નવા નિયમો ઘડાયા
૨૦૨૬ નું નવું વર્ષ ઉતર ગુજરાતના ઠાકોર સમાજ માટે નવી પહેલ લઈએ આવ્યું છે જેમાં દિયોદર ઓગડજી મહારાજ ની ધરા પર થી હજારો ની સંખ્યામાં ઠાકોર ની હાજરીમાં કુરિવાજો ને તિલાંજલી આપી નવા બંધારણ ની રચના કરવામાં આવી છે જેમાં એક સમાજ એક રિવાજ ,એક રિવાજ શ્રેષ્ટ સમાજ ના સંદેશ સાથે બનાસ ની બેન ગેનીબેન ઠાકોરે નવી પેટી ખોલી સમાજનું નવું બંધારણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું જેમાં સામાજિક પ્રસંગો માં કુરિવાજો ને ડામવા 16 નવા નિયમો ઘડાયા હોવાની માહિતી આપી ઠાકોર સમાજને બંધારણ ને અમલીકરણ માટે સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા
રવિવારે દિયોદર ઓગડજી ની ધરા પર ઠાકોર સમાજના નવા બંધારણ રચના માટે એક વિશાળ સંખ્યામાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ઉતર ગુજરાત માંથી કુલ ૨૭ તાલુકાના આગેવાનો અને ઠાકોર સમાજના ૫૦ હજાર થી વધુ લોકો આ મહાસંમેલન માં જોડાયા હતા જ્યાં સદારામ બાપા ના આશીર્વચન અને ઓગડજી મહારાજ ના આશીર્વાદ થી ઉતર ગુજરાત ઠાકોર સમાજનું નવું બંધારણ ની રચના કરાઈ હતી જેમાં કુરિવાજો ને તિલાંજલી આપી નવા બંધારણ ની જાહેરાત થઈ હતી જેમાં સામાજિક પ્રસંગો માં કુરિવાજો ને ડામવા ૧૬ નવા નિયમો ઘડાયા હતા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના આ શક્તિ પ્રદર્શન માં ૨૦૨૬ ના નવા વર્ષ ની શરૂઆત માં પેટી ખોલી સમાજનું નવું બંધારણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું જેમાં ૧૬ નવા નિયમો ઘડાયા હતા જ્યાં નવા બંધારણ ની રચના અને અમલીકરણ માટે સંતો ,મહંતો ,અને આગેવાનો ની હાજરીમાં નવા બંધારણ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી,દિયોદરના ધારાસભ્ય પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ,વાવ ધારાસભ્ય અને રાજ્ય સરકાર ના મંત્રી સ્વરૂપજી ઠાકોર ,પ્રદેશ નેતા જગદીશ ઠાકોર,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ,ગાંધીનગર ધારાસભ્ય ,,પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર,સહિત પૂર્વ ધારાસભ્યો ,મંત્રીઓ ,ચેરમેનો, સરપંચો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર







