ENTERTAINMENT

હંસલ મહેતાની ‘ફરાઝ’ માટે તૈયાર થઈ જાઓ: સત્ય ઘટના પર આધારીત મૂવીનું પ્રિમિયર જૂઓ આ શુક્રવારે એન્ડપિક્ચર્સ પર!

તમારી જાતને એક દિલધડક પ્રિમિયર માટે તૈયાર કરી લો… આ શુક્રવાર, 19 જુલાઈના રોજ, કેમકે રજૂ થઈ રહ્યું છે, “ફરાઝ” એન્ડપિક્ચર્સ પર રાત્રે 10.30 વાગે. માસ્ટરફુલ હંસલ મેહતા દ્વારા ડિરેક્ટ આ ફિલ્મ તમને 2016ના ઢાકાના આતંકવાદી હુમલાની કરુણ ઘટનાના એક આકર્ષક પ્રવાસ પર લઇ જવાનો વાયદો કરે છે.

“ફરાઝ” એ એક ફિલ્મ નથી: પણ તે અકલ્પનીય પ્રતિકૂળતાનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપક્તા અને હિંમતનો પૂરાવો છે. આદિત્ય રાવલ અને ઝહાન કપૂરના જોરદાર અભિનય સાથેની આ વાર્તા જીવન ટકાવી રાખવાની એક રાત રજૂ થાય છે. આ એક સામાન્ય બંધક થ્રિલર નથી, સામાન્ય વ્યક્તિઓ તેમની વિશેષાધિકૃત પાશ્ચાદભૂની વચ્ચે પણ કઈ રીતે ઉગ્રવાદી વિચારધારાનો સામનો કરી શકે તે સંશોધન કરે છે. હંસલ મેહતાના વિઝનરી ડિરેક્શન હેઠળ “ફરાઝ” અપેક્ષા કરતા ઘણું ઊંચું બન્યું છે, હૃદયસ્પર્શી દિલધડક સસ્પેન્સની સાથે કરુણ વાર્તાનું સંયોજન છે. એક પાત્ર તરીકે, તે અંધકારમાં આગળ વધી રહ્યો હોય ત્યારે તેની હિંમત ચમકે છે અને તે ડરને વશ થવા માટે નકારે છે. આ ફિલ્મ એ કહેવામાં આવતી વાર્તા નથી, પણ તે અદમ્ય માનવિય ભાવનાને શ્રદ્ધાંજલી આપે છે.

તો એન્ડપિક્ચર્સ પર આ શુક્રવારે એક અવિસ્મરણિય અનુભવ માટે અમારી સાથે જોડાઓ. વિચારોને ઉત્પ્રેરક અને પ્રેરણા આપતી સિનેમાની શક્તિને જૂઓ કેમકે ‘ફરાઝ’ તમને અત્યંત ભયાનક સંજોગોની વચ્ચે પણ આશા શોધવા માટે પડકારશે. તો હિંમત અને અતૂટ નિશ્ચયની આ અદ્દભુત વાર્તાને જોવાનું ચુકશો નહીં.

તમારા કેલેન્ડરમાં નોંધી લો કે, એન્ડપિક્ચર એસડી પર રાત્રે 10.30 વાગે કે પછી એન્ડપિક્ચર્સ એચડી પર સાંજે 8 વાગે માણી શકાશે “ફરાઝ”નો આ થ્રિલિંગ પ્રવાસ

Back to top button
error: Content is protected !!