AHAVADANG

ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં ભ્રષ્ટ અધિકારીઓએ ગેરરીતી કરી હોવાનાં આક્ષેપો…

ડાંગ જિલ્લાની વિધવા,ત્યકતા મહિલાઓ ન્યાયની વાટે તેમ છતાંય વહીવટીતંત્ર ઉંઘમાં...

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

ડાંગ જિલ્લાની વિધવા,ત્યકતા મહિલાઓ ન્યાયની વાટે તેમ છતાંય વહીવટીતંત્ર ઉંઘમાં…

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં PM POSHAN  (મધ્યાહન ભોજન) યોજનામાં ૨૦૨૩-૨૪ નાં વર્ષમાં ખાલી પડેલી જગ્યા ઉપર સંચાલક, રસોઈયા અને મદદનીશની ભરતી કરવામાં આવેલ હતી.પરંતુ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા દરમિયાન પારદર્શીતા જળવાઈ નથી અને ગેરરીતીઓ થઈ હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.જો આવુ જ ચાલશે  તો યોગ્ય ઉમેદવારોને ન્યાય આપશે કોણ?ની ચર્ચાઓ વચ્ચે એક જાગૃત નાગરિકે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ અરજી કરતા સમગ્ર બાબત સ્પષ્ટ થઈ છે‌.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવનારી પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં સંચાલક માટે ૧૭ જગ્યાઓ, રસોઈયાની ૧૪ જગ્યા અને મદદનીશ માટે ૩૫ જગ્યા મળીને કુલ ૬૬ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં કુલ ૭૪ અરજીઓ અરજદારોએ કરી હતી.જેમાંથી સંચાલક માટે ૬૬ , રસોઈયા માટે ૦૮ અને મદદનીશ માટે ૦૦ અરજીઓ મધ્યાહન ભોજન યોજનાની શાખામાં આવી હતી.પરંતુ ભરતીમાં ગેરરીતી થઈ હોવાની શંકા જતા અરજદારોએ લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી.ભરતીમાં સુપ્રીમ કોર્ટના સુચનો નિયમોને પણ અધિકારીઓ દ્વારા પાલન કરવા આવ્યુ નથી.અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટેના સુચનો અને નિયમોનાં પણ ધજાગરા ઉડાવી દીધા હતા‌.અધીકારીઓએ પોતાને દેશનો કાયદો અને વ્યવસ્થાથી પણ ઉપર ગણતા હોય તેમ લાગી રહ્યું છે.અરજદારોએ ભરતી બાબતે થયેલો અન્યાય અને ગેરરીતિની લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય ઉમેદવારોને ન્યાય આપવામાં આવ્યો નથી.જેમાં ડાંગ જિલ્લા મધ્યાહન વિભાગનાં અધિકારીઓ દ્વારા ઉમેદવારોને જણાવાયુ હતુ કે ભરતીમાં યોગ્ય ઉમેદવારો જોડે અન્યાય થશે નહી,પરંતુ અધિકારીઓએ ઉમેદવારોને લોલીપોપ પકડાવી દિધો હોવાનુ જાણવા મળ્યુ હતુ.સરકાર અને સુપ્રીમ કોર્ટના નિયમો અને શરતો પ્રમાણે વિધવા મહિલા, ત્યકતા મહિલા અને જો મહિલા ઉમેદવાર ઉમેદવારી કરે તો તેમને પ્રથમ અગ્રતા આપવાની હોય છે.પરંતુ અહી નફ્ફટ અને ભ્રષ્ટાચારમાં આળોટેલા અધિકારીઓ દ્વારા ભરતીનાં સુચનો અને નિયમોને નેવે મૂકી પોતાની પસંદગીનાં ઉમેદવારોની પસંદગી કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે,જેથી આ ભરતી રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.હવે ડાંગનું વહીવટીતંત્ર આ ભરતીમાં લાયક ઉમેદવારોને ન્યાય આપશે કે પછી ભરતીનાં નામે મીંડા વાળી દેશે તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!