GUJARATPANCHMAHALSHEHERA

જાંબુઘોડા તાલુકાના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર અજય દહિયા

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ જાંબુઘોડા તાલુકાના મુલાકાત દરમિયાન તાલુકામાં વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જાંબુઘોડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેકટરએ પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા કલેક્ટર એ જાંબુઘોડા પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે પ્રોહીબિશન કેસ, FIR ભાગ ૧-૨, હિસ્ટ્રી શીટરની વિગતો, મુદ્દામાલ રજીસ્ટરની તપાસ, મંજૂર મહેકમની સ્થિતિ સહિતની ઝીણવટભરી તપાસ બાદ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

Back to top button
error: Content is protected !!