NARMADA

મેમણ સમાજ સેવા ટ્રસ્ટ આણંદ દ્ધારા ઐતિહાસિક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજવામાં આવી.

મેમણ સમાજ સેવા ટ્રસ્ટ આણંદ દ્ધારા ઐતિહાસિક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજવામાં આવી.

 

તાહિર મેમણ : આણંદ મેમણ સમાજ ના યુવાઓ,બાળકો અને ખાસ મહિલાઓ નો ઉત્સાહ વધે તે હેતુ થી મેમણ સમાજ સેવા ટ્રસ્ટ આણંદ ના ઈલિયાસ ભાઈ મેમણ અને તુફેલ મેમણ ના અગુવાઈ હેઠળ ખૂબ જ સરસ મેઘા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રમત ગમત ના નિષ્ણાત આરીફ ભાઈ મેમણ(માસ્ટર)એ હાજર રહી તમામ ખેલાડીઓ ને રમત ગમત નું માર્ગદર્શન આપ્યું.જેમાં ખાસ મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામનેટ, બેડમિન્ટન ટુર્નામેન્ટ, મ્યૂઝિકલ ચેર,બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ અને ખાસ યુવાઓ માટે મેમણ ક્રિકેટ લીગ ની 5મી સિઝન નું આયોજન કરવામાં આવ્યું હતું જે તારીખ 12/3/23 થી 18/3/23 સુધી આણંદ મુકામે નાઈટ માં યોજવામાં આવી હતી.જેમાં મહિલા ક્રિકેટ માં વિજેતા આણંદ લેડીઝ યુથ વિંગ્સ,ઉપવિજેતા લેડીઝ ડોક્ટર યુથ વિંગ્સ,બેડમિન્ટન માં વિજેતા મહેક મેમણ,ઉપવિજેતા શાહીસ્તા મેમણ,મ્યુઝિકલ ચેર ના વિજેતા જાશમીન મેમણ,કરિશ્મા મેમણ,સમીના મેમણ,શાહીસ્તા મેમણ , ને ટ્રોફી આપવામાં આવી.કાર્યક્રમ ને સફળ બનાવવા હેતુ ફાતિમા બેન મેમણ શબાના બેન મેમણ,મહેક મેમણ અને બાનુ બેન મેમણ નું પણ સન્માન કરવામાં આવ્યું.બાળકો ની ટુર્નામેન્ટ માં વિજેતા જૂની મેમણ કોલોની.અને ઉપવિજેતા નવી મેમણ કોલોની ની ટીમ રહી.મેમણ ક્રિકટ લીગ-5 મી સિઝન માં મેમણ યુવાઓ ની વિવિધ વિવિધ ટિમો એ ભાગ લીધો જેમાં ફાઇનલ મેચ મેમણ ટાઇટન અને મેમણ ચેલેન્જર્સ વચ્ચે યોજાઈ.જેમાં વિજેતા મેમણ ટાઈટન અને ઉપવિજેતા મેમણ ચેલેન્જર્સ ને ટ્રોફી આપવામાં આવી.બેસ્ટ બેટ્સમેન હુમેદ મેમણ,બેસ્ટ બોલર જમીલ મેમણ,અને મેન ઓફ થ સિરીઝ હુમેદ મેમણ રહ્યા. ત્યારબાદ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ના સહયોગી અંજુમ ભાઈ મેમણ.આસિફ ભાઈ મેમણ અને ઇમરાન ભાઈ મેમણ દ્વારા ઈલિયાસ ભાઈ મેમણ અને તુફેલ ભાઈ મેમણ ને બેસ્ટ અમ્પાયર અને યુસુફ ભાઈ મેમણ ને બેસ્ટ સ્કોરર નો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.આ ઇવેન્ટ્સ ને સ્પોન્સર કરવા બદલ બરોડા ફેશન,સિનેક્સ એલ ઈ ડી.અને દ્રષ્ટિ ઓપ્ટિકલ નો ખુબ ખૂબ આભાર.આ ઐતિહાસિક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ નું સફળ આયોજન મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ઈલિયાસ ભાઈ મેમણ અને યુવા તુફેલ મેમણ દ્વારા કરવામાં આવ્યું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!