AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગર મહાનગરપાલિકામાં નવનિયુક્ત શાસન કાર્યરત

જામનગર કોર્પોરેશન પાંચ પદાધિકારીઓમાં શિક્ષણ અને અનુભવના ભાથા સાથે સેવા સમર્પણ અને સંવેદના ની સંકલ્પબધ્ધતા

 

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરના મતદારોએ અઢળક મત આપીને ચુંટેલા નગરસેવકોએ શાસન ધુરા સંભાળી લીધી છે હવે વચનપાલનનો સમય આવ્યો છે પક્ષની વિચારધારા અને કાર્યપધ્ધતિ સાથે પાંચેય પદાધિકારીઓ સહિત શાસકપક્ષના દરેક નગરસેવકો પોતાના અનુભવ અને અભ્યાસ મુજબ જામનગર કોર્પોરેશનની શાસનધૂરા સંભાળી જવાબદારીઓ વહન કરવા સજ્જ થઈ ગયા છે
રાજ્ય સ્તરે અને નગર સ્તરે નિર્યણ હુકમ કે ઠરાવના પ્રકારમાં ફરક હોય જ્યાં સમગ્ર રાજ્ય માટે એકસરખો નિર્ણય થઈ શકે જ્યારે નગર મહાનગર માં સ્થાનિક સ્તરે વિસ્તાર વાઇઝ કે વોર્ડવાઈઝ નિર્યણ પ્રાથમિક જન સુવિધાઓ માટે અલગ અલગ પણ હોઈ શકે છે
જામનગર મહાનગરપાલિકાના હોદેદારોમા મેયર -મોનિકાબેન વ્યાસ,ડેપ્યુટી મેયર -રાકેશભાઈ ડેર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન -ધીરેનભાઈ મોનાણી,શાસકપક્ષ નેતા – અમરભાઇ મોદી,દંડક તરીકે પ્રવિણાબેન રૂપડિયાની વરણી થઇ છે

મેયર મોનિકાબેન

 

ડેપ્યુટી મેયર રાકેશભાઈ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ

શાસકપક્ષ નેતા અમરભાઈ

દંડક પ્રવીણાબેન

મેયર મોનીકાબેન વ્યાસ શિક્ષીત છે અને છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સક્રિય રહ્યા છે. શહેર સંગઠનમાં ઉપપ્રમુખ તેમજ પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય તરીકે કામગીરી બજાવ્યા બાદ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. હવે શહેરના પ્રથમ નાગરિક છે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર શીક્ષીત છે અને કન્સ્ટ્રક્શન વ્યવસાયી છે.સ્થાયી સમિતિના ચેરમેન ધીરેનભાઈ બી.કોમ. તથા આઈ.પી.સી.સી. (કોમર્સ ગ્રેજ્યુએટ સાથે ઇન્ટિગ્રેટેડ સ્કીલ પરીક્ષા/સીએ એન્ટ્રન્સ સુધી અભ્યાસ કરેલા )છે ટ્યુશન કલાસ ચલાવે છે અને સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા છે શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી
શિક્ષિત અને વ્યવસાયે વેપારી એવા અમર મહેન્દ્રભાઈ મોદીને જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છેજામનગર મહાનગરપાલિકામાં દંડક (ચીફ વ્હિપ) તરીકે પ્રવીણાબેન રૂપડીયાની વરણી કરવામાં આવી છે. બી.એ. બાદ માસ્ટર ડિગ્રી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલા તેઓ છેલ્લા વીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ મહિલા મોરચામાં શહેર મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી ચૂકેલા છે
જામનગર કોર્પોરેશનના આ પાંચ પદાધિકારીઓ શિક્ષણ અને અનુભવના ભાથા સાથે તેમજ સેવા, સમર્પણ અને સંવેદના ની સંકલ્પબધ્ધતા સાથે કાયદાકીય જોગવાઈઓ નાણાંકીય બાબતો યોજનાઓ વિકાસકાર્યો ફરિયાદો વગેરે બાબતોનો અભ્યાસ
કરીને સુશાસન માટે કાર્યરત થયાનું તારણ નીકળે છે
સરળ ભાષામાં કહીએ તો લોકશાહીમાં લોકોના હિત માટે સરકાર જે રીતે નિર્ણય લે છે અને તેનો અમલ કરે છે તેને શાસન કહેવાય.મનપા જેવા સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક સ્તરે લોકોની જરૂરિયાતો અને સમસ્યાઓના ઉકેલ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ થતો હોય છે ત્યારે જામનગર કોર્પોરેશન પાંચ પદાધિકારીઓમાં શિક્ષણ અને અનુભવના ભાથા સાથે સેવા સમર્પણ અને સંવેદના ની સંકલ્પબધ્ધતા સાથેભાજપમાં સંગઠનમા સક્રીય રહી હવે મનપાના શાસનમા સૂચનો, ફરિયાદો, જોગવાઇઓ,નો અભ્યાસ કરીને ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવી રહ્યા છે
સ્થાનિક સ્વરાજ્ય લોકોના ઘરઆંગણાની સમસ્યાઓ ઉકેલે છે, જ્યારે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યના વિકાસ, કાયદો-વ્યવસ્થા અને નીતિ ઘડતરનું કામ કરે છે.ત્યારે જામનગરમાં લોકોની રોજબરોજની સુવિધા તેમજ સુખાકારીની અને વિકાસ કાર્યોની બાબતોમાં અભ્યાસપૂર્વક આગળ ધપવું તે બાબતે નવા પદાધિકારીઓ જાણકારી મેળવી સફળતા મેળવે તેવી નાગરિકોની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે તેમ શાસનમાં નીતિ અને નિયતનો સમન્વય જરૂરી છે.

______________________

–રિગાર્ડઝ

ભરત જી. ભોગાયતા

પત્રકાર (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU), journalisom (hindi)

8758659878

bhogayata bharat@gmail.com

Back to top button
error: Content is protected !!