GUJARATJUNAGADH

જૂનાગઢ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે આગામી તા.૨૫ ઓકટોબર થી ૩૧ ઓકટોબર સુધી એડવેન્ચર કોર્સનુ આયોજન

જૂનાગઢ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે આગામી તા.૨૫ ઓકટોબર થી ૩૧ ઓકટોબર સુધી એડવેન્ચર કોર્સનુ આયોજન

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન આગામી તા. ૨૫/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે.જેમા વય મર્યાદા ૦૮ થી ૧૩ વર્ષની છે. આ એડવેન્ચર કોર્સ નો સમયગાળો ૦૭ દિવસ રહેશે. આ અંગેનુ નિયત ફોર્મ face book page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે ઓફિસ નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવો એમ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ,પંડિત દીનદયાળ ઉપાધ્યાય,પર્વતારોહણ તાલીમ કેન્દ્ર,જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!