BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: સ્ટેશનથી શાલીમાર ટોકીઝ સુધીના ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ, સ્થાનિકોએ જગ્યા કરાવી રોંગ સાઇડ એમ્બ્યુલન્સ કઢાવી

ભરૂચ જિલ્લામાં હાલમાં ચોમાસાની મોસમમાં વરસાદના કારણે ઠેર ઠેર મસ મોટા ખાડાઓ પડી ગયા છે.શહેરમાં પણ જ્યાં જોવો ત્યાં ખાડા જ જોવા મળી રહ્યા છે.જેના કારણે શહેરને જાણે ટ્રાફીકે ભરડામાં લીધું હોય તેમ લાગી રહ્યું છે.ખાડાઓના કારણે જ્યાં જોવો જ્યાં ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જેનાંથી વાહન ચાલકોનું લાખોના ઇધનનો વેડફાટ સાથે વાહનોમાં નુકશાન થવાથી આર્થિક નુકશાની પણ વેઠવી પડી રહી છે.આજે સાંજના આવા જ સ્ટેશનથી છેક શાલીમાર ટોકીઝ સુધી સર્જાયેલા ટ્રાફીકજામમાં પટેલ સુપર માર્કેટ સામે દર્દીને સારવાર અર્થે લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ફસાઈ હતી. આ સમયે જાગૃત લોકોએ તાત્કાલિક ડિવાઇડર કુંદાવડાવી રોંગ સાઈડનો ટ્રાફીક થંભાવી એમ્બ્યુલન્સને રોંગ સાઇડ પર આગળ જવા રવાના કરી હતી.

સમીર પટેલ…ભરુચ

 

Back to top button
error: Content is protected !!