NANDODNARMADA

રાજપીપળા : પત્ની ઉપર ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને પાંચ વર્ષની કેદ

રાજપીપળા : પત્ની ઉપર ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને પાંચ વર્ષની કેદ

રાજપીપલા : જુનેદ ખત્રી

પત્ની ઉપર ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના આ કામના મરણ જનાર કૌશરબાનુનો પતિ આરોપી વાસિમ ખાન મન્સુર ખાન પઠાણ અને સાસુ બંન્ને આરોપીઓએ ફરિયાદીની દિકરીને છેલ્લા એક વષૅથી તેનો પતિ આરોપી અવારનવાર મારઝુડ કરી શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી તેમજ આરોપી સાસુ પુત્રનું ઉપરાણુ લઈ કોઈના કોઈ બહાના હેઠળ મરણ જનાર કૌશરબાનુને અવાર નવાર અસહ્ય શારીરીક તથા માનસીક ત્રાસ આપતાં મરનાર કૌશરબાનુથી ત્રાસ સહન નહી તથાં જીવનથી કંટાળી જઈ આત્મહત્યા કરવા માટે મજબુર કરતાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આરોપીઓએ દુપ્રેરણ આચરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યો હતો

આ કેસ મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ એન.આર.જોશી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ વંદનાબેન આઈ. ભટ્ટ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટ તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૦૬,ગુના સબબ તકસીરવાન ઠેરવી આરોપી વાસિમ ખાન મન્સુર ખાન પઠાણને ૦૫ વર્ષ સખ્ત કેદની સજા અને રૂ.૨૫૦૦૦ નો દંડની સજા અને જી દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ આજરોજ ફરમાવેલ છે.તથા ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮(ક) ગુના સબબ તકસીરવાન ઠેરવી બે વર્ષ સખ્ત કેદની સજા અને રૂ.૫૦૦૦ નો દંડની સજા અને જો દંડની ૨કમ ના ભરે તો વધુ ત્રણ માસની વષૅની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!