
_ધ્રોલ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” યોજાયું_
_સ્વચ્છતામાં સહભાગિતા, સેવામાં સમર્પણ!_ 🇮🇳🪷
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ધ્રોલ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” યોજાયું. વિવિધ સોસાયટીઓમાં સઘન સફાઈ પ્રવૃત્તિ હાથ ધરી “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”ના સંકલ્પને વેગ આપવામાં આવ્યો. આ પ્રસંગે ફિરોઝભાઈ સોલંકી, ગોવિંદભાઈ દલસાણીયા, દિનેશસિંહ ગોહિલ તથા નગરપાલિકા સ્ટાફે શ્રમદાન કર્યું. ધ્રોલ નગરપાલિકાએ નગરજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી છે તેમ અશ્વિનભાઇ આશા જણાવે છે











