ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શુભેચ્છા મુલાકાત લીધી.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા
મહેસાણા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજરે જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજન અને અધિક નિવાસી કલેકટરશ્રી જશવંત જેગોડા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. હસરત જૈસ્મિનની શુભેચ્છા મુલાકાત લઈને મહેસાણા જિલ્લામાં બાળ અને મહિલા અધિકારીઓ સાથે કરેલી સમીક્ષા બેઠક અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ મહેસાણા જિલ્લામાં થઈ રહેલી કામગીરી બાબતે કલેકટર સમક્ષ તેમના અભિપ્રાયો અને સૂચનો રજૂ કર્યા હતા.
આ કલેક્ટરે સ્ટાર્ટઅપ તેમજ બાળકો માટે તૈયાર કરવામાં આવનાર ઇનોવેશન સ્ટાર્ટઅપ કેન્દ્ર વિશે અને આરોગ્ય ક્ષેત્રે ડાયાબિટીસ ટુ ટાઈપના બાળકો માટે ઇન્સ્યુલિન કાર્ટેજ પેન અંગે પણ માહિતી પૂરી પાડી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મિને પૂરક પોષણ માટે જતન પ્રોજેક્ટ તેમજ કોફી વિથ કલેકટર જેવા પ્રોજેક્ટ અંગે પણ માહિતી રજૂ કરી હતી. જે અંગે અધ્યક્ષએ ટીમ મહેસાણાને અભિનંદન પાઠવ્યા હતા.
આ મુલાકાતમાં નિવાસી અધિક કલેકટર જશવંત જેગોડા, જિલ્લા પુરવઠા અધિકારી બીરેનભાઈ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચા ઉપસ્થિત રહ્યા હતા.