
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ પંચાલ રોડ પર મહાવિકાસ તળાવમાં રીક્ષા ફસાઈ, દૂર સુધી ટ્રાફિકના દ્રશ્યો, એક મહિનાથી આજ પરિસ્થિતિ પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફ્ળ..!
મેઘરજ પંચાલ રોડ પર પાણી ભરાતું હોવાની સમસ્યા કયારે દૂર થશે, એક મહિનાથી આજ પરિસ્થિતિ નું નિર્માણ
મેઘરજ પંચાલ રોડ પર છેલ્લા બે મહિનાથી જાણે કે દિવસે ને દિવસે મહા વિકાસ રૂપી તળાવ પાણી થી ભરાયું હોય તેવા દ્રશ્યો કેટલાય સમયથી જોવા મળી રહ્યા છે છતાં તંત્ર સમસ્યાને દૂર કરવા નિષ્ફ્ળ બન્યું છે અધિકારીઓ થી લઇ ને ગ્રામપંચાયત પણ જાણે કે ધ્યાન ન આપતું હોય તેવું લોકો કહી રહ્યાં છે એક ને એક પરિસ્થિતિ દરરોજ સામે આવતી હોવા છતાં આંખો આગળ કાન આડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.પંચાલ મેઘરજ રોડ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી લઇ અનેક લોકો અવરજવર કરે છે રોજ હજારો સાધનો ની અવરજવર હોય છે છતાં તંત્રના પેટનું પાણી ના હલતું હોય તેવો આજે પણ એજ ઘાટ છે
મેઘરજ તાલુકાના પંચાલ રોડનુ મહાવિકાસ તળાવમાં રીક્ષાનુ વીલ ફસાયું હતું જેના કારણે બન્યે બાજુ દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો અને સાધનો ચલાવતા લોકોને પરેશાની વેઠવાનો વાળો આવ્યો હતો પંચાલ મેઘરજ રોડ પર પાણી ભરાતું હોવા છતાં તંત્ર વૈકલ્પિક નિવારણમાં પણ નિષ્ફ્ળ નીવડ્યું.હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેનું કારણ એજ કે આ પાણી દિવસે ને દિવસે વધુ ભરાતું જાય છે છતાં ઉચ્ચ કક્ષાએ થી કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું લોકો કહી રહ્યાં છે




