AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત હાઈકોર્ટે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા

અમદાવાદ શહેર જ નહિ પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી જનાર ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલન સાથે એક હેડ કૉન્સ્ટેબલ અને બે કૉન્સ્ટેબલ સાથે રહેશે. તથ્ય પટેલની માતા બીમારીનું કારણ આપીને જામીન માંગવામાં આવ્યા હતા. અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી તથ્ય પટેલના જામીન ફગાવી દીધા હતા.

મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર વૈભવી જેગુઆર કારથી કચડીને નવ લોકોનાં જીવ લેનાર આરોપી તથ્ય પટેલને માતાની બીમારીને લીધે ગુજરાત હાઈકોર્ટે હંગામી 7 દિવસના જામીન મંજૂર કર્યા છે. જો કે, કોર્ટે આરોપી તથ્ય પટેલના જામીન મંજૂર કરતા ત્રણ પોલીસ કર્મીઓ તથ્ય પટેલની સાથે રાત-દિવસ રોકાશે આવી શરતે જામીન આપ્યા છે.

અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોનબ્રિજ પર આરોપી તથ્ય પટેલે મોડીરાત્રે લોકો પર જેગુઆર કાર ચઢાવી દેતાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોમાં એક પોલીસકર્મી પણ હોવાનું સામે આવ્યું હતું. ઈસ્કોન બ્રિજ પર નાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાહન હટાવવા એકઠા થયેલા ટોળાં પર આરોપી તથ્ય પટેલે પૂરપાટ વેગે જેગુઆર કાર હંકારી દીધી હતી. જેથી ઈસ્કોન બ્રિજ પર કચડાયેલા મૃતદેહોના એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ટોળાએ આરોપીને ઘટનાસ્થળે ઝડપી લઈને મારપીટ કરીને પોલીસ હવાલે કર્યો હતો. જો કે, આરોપી તથ્ય પટેલ કાર હંકારતી વેળા નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!