સાગબારા તાલુકામાં બોર્ડર વિલેજ બર્કતુરા ગામે “વિકાસ સપ્તાહ” ની ઉજવણી કરાઈ,

સાગબારા તાલુકામાં બોર્ડર વિલેજ બર્કતુરા ગામે “વિકાસ સપ્તાહ” ની ઉજવણી કરાઈ,
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા આઇ. સી. ડી. એસ.. સાગબારાની કચેરીના સંયુક્ત ઉપક્રમે સાગબારા તાલુકામાં બોર્ડર વિલેજ બર્કતુરા ગામે ૧૧ ઓક્ટોબર “આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ” નિમિત્તે “વિકાસ સપ્તાહ” ની એમ એફ. હાઈસ્કૂલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
બેટી બચાવો બેટી પઢાવો તથા પુર્ણા યોજના અંતર્ગત દિકરીઓને શૈક્ષણિક, રમતગમત, કલા, આરોગ્ય અને પોષણ સંબંધિત ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દિકરીઓને શિલ્પ ટ્રોફી,બેગ,મગ કેપ, કી ચેઈન, મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે નવજાત દિકરીઓને વધામણા કીટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમા વિકાસ સપ્તાહ અંતર્ગત દિકરી વાલી સંવાદ તથા આઇ.સી.ડી.એસ.ની વિવિધ વાનગીઓનું નિદર્શન તથા વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી
.



