વિજાપુર સાબરમતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ ને કારણે દેરોલપુલ ની ક્ષતિઓનુ નિરીક્ષણ બાદ પુલ પર વાહનો ની અવર જવર સદંતર બંધ કરાઇ
વાહનો ને અગાઉ ના જાહેર કરેલ ડાયવર્જન મુજબ અવર જવર કરશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદીમાં ધરોઈ નુ પાણી છોડવા માં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાબરમતી હીરપુરા ચેકડેમ ના પણ દરવાજાઓ ખોલી નાખવા મા આવ્યા હતા. જેના કારણે પાણી નો પ્રવાહ વધ્યો હતો. અગાઉ પુલ ના કરેલ નિરીક્ષણ માં ઘણી ક્ષતિઓ સામે આવી હતી. જેના કારણે મોટા વાહનો ભારે વાહનો ની અવર જવર બંધ કરવા માં આવી હતી. હાલમાં ધરોઈ નુ પાણી છોડવા માં આવતા સાબરમતી નદીમાં પાણીનો નો પ્રવાહ વધ્યો હતો. નદી ઉપર આવેલ દેરોલપુલ નો કરવામાં આવેલ નિરક્ષણ કર્યા બાદ મોટા વાહનો ભારે વાહનો ડાયવર્ટ કરાયા હતા જાહેરનામા અનુસાર, ભારે વાહનોને વૈકલ્પિક રૂટ વાયા વિજાપુર-મહુડી ચોકડી-અનોડિયા-પ્રાંતિજ-હિંમતનગર રોડ દ્વારા ડાયવર્ટ કરાયા હતા.જોકે, અનોડિયા-પ્રાંતિજ-હિંમતનગર રૂટ પરનો બ્રિજ પણ હાલ બંધ કરવામાં આવ્યો હોવાથી, ભારે વાહનોને લોદરા-મોટા ચિલોડા થઈને હિંમતનગર તરફ જવા આવવા માટે જાહેર કરવા માં આવ્યો છે. હાલમાં પણ મહેસાણાથી વિજાપુર અને હિંમતનગર અવરજવર કરતી જીએસઆરટીસીની એસટી બસો રણછોડપુરા-ફુદેડા-સપ્તેશ્વર થઈને હિંમતનગર જઈ રહી છે. ત્યારે હાલમાં દેરોલ પુલ ને સદંતર બંધ કરવામાં આવતા હવે નાના વાહનો ને પણ સાબરમતી નદી પાસે ના પોલીસ ચેક પોસ્ટ થી પરત જાહેર કરવા માં ડાયવર્ઝન મુજબ ડાયવર્ટ કરાયા હતા.




