GONDALRAJKOT CITY / TALUKO

ગોંડલમાં શનિવારે વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં યોજાશે

યોગેશ કાનાબાર રાજુલા

ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે ગોંડલમાં શનિવારે વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે. જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે. વિદ્યાલયની ૧૩૦૦ છાત્રાઓ અને વાલી હાજરી આપશે. જાથાનો દસ હજાર પીસ્તાલીસમો કાર્યક્રમ.

અમદાવાદ : ગોંડલ લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે. એમ. કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ શનિવાર તા. ૧૦ મી ઓગસ્ટે સાંજે ૫-૦૦ કલાકે વિશાળ પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે. જાથાનો ૧૦૦૪૫ મો કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક કરશે. આ પ્રસંગે ઉપપ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી જગદીશભાઈ વેકરીયા, કુરજીભાઈ વીરડીયા, કિશોરભાઈ ભાલાળા, કાંતિભાઈ સરધારા, અમૃતભાઈ ઠુંમર, વ્યવસ્થાપક મુકેશભાઈ માવાણી, આચર્યા એન. ડી. દેસાઈ, શૈક્ષણિક સ્ટાફ, વાલી, આગેવાનો હાજર રહેશે.ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાં કંકુ-ભસ્મ, લોહી નીકળવું, શ્રીફળનું આપોઆપ સળગવું, અગ્નિ સ્વયંભુ પ્રગટવું, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, ધૂણવું- સવારીની ધતિંગલીલા, બોલતું તાવિજ, નજરબંધી, હઝરતમાં જોવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, મનગમતી મીઠાઈ ખવડાવવી, વશીકરણ વિગેરેનું પોલખોલ કરી શીખડાવી દેવામાં આવશે.સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ દેગામી વિશેષ હાજરી આપી પ્રયોગ નિદર્શનમાં ભાગ લેવાના છે.

પ્રયોગ નિદર્શનમાં જાથાના વિમોદ વામજા, અંકલેશ ગોહિલ, પ્રમોદ પંડયા, નિર્ભય જોશી, બીલડીના બટુકભાઈ બારોટ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, રોમિત રાજદેવ, ચંદ્રિકાબેન, એડવોકેટ હર્ષાબેન પંડયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા ભાગ લેવાના છે.આચાર્ય એન. ડી. દેસાઈએ જણાવ્યું કે શાળા-કોલેજની છાત્રાઓ અને વાલી માટે જ્ઞાન-વિજ્ઞાનનો કાર્યક્રમ ઉપયોગી સાબિત થશે.

રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!