કિરીટ પટેલ બાયડ
અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષ સ્થાને મિશન શક્તિ યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ. જેમાં મિશન શક્તિ યોજના અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇન, સખી નિવાસ, ક્રેચ ફેસિલિટી, ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાઓની કામગીરીની સમીક્ષા તેમજ આગામી નાણાંકીય વર્ષના એક્શન પ્લાનની ચર્ચા પણ કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી સમર્થન અને સહાય પૂરી પાડવા તેમજ તેમના પુનર્વસન, કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃત કરવા તાલીમ આપી ક્ષમતાવર્ધન કરવા હેતુ મિશન શક્તિ યોજના અમલમાં છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા, જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, મહિલા અને બાળ અધિકારીશ્રી હસીના મન્સૂરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦




