
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને સાપુતારા પોલીસે મહારાષ્ટ્રનાં નાસિકથી ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાપુતારા પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં યુવકને લગ્નની લાલચ આપીને યુવક પાસેથી ૧.૬૦ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ લુંટેરી દુલ્હન ગેંગના કેટલાક આરોપીઓને અગાઉ સાપુતારા પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપી રાકેશભાઇ દિલિપભાઈ મોહિતે (ઉ.વ.૩૭ રહે.શિર શિરોમણી તા.કલવણ જી.નાસિક હાલ રહે. શિવાજીનગરજી.નાસિક)ને ડાંગ એસપી પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પી.આઈ.પી.ડી.ગોંડલીયાની ટીમે નાસિક ખાતેથી ઝડપી પાડ્યો છે.તેમજ સાપુતારા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





