ARAVALLIGUJARATMEGHRAJMODASA

ઇસરી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PSI પી વી પલાસ તેમજ PSI એન એમ બામણીયાનું નવાગામ ગ્રામજનો ધ્વારા સન્માન કરવામાં આવ્યું 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PSI પી વી પલાસ તેમજ PSI એન એમ બામણીયાનું નવાગામ ગ્રામજનો ધ્વારા સન્માન કરવામાં આવ્યું

મેઘરજ તાલુકાના નવાગામ કંટાળુ ગામે આવેલું હનુમાનજી મંદિર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેની અંદર ત્રી દિવસીય મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જેના ભાગરૂપે ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા નવાગામ કંટાળુ મેળામાં આ સાલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેની અંદર 150 થી વધુ પોલીસ કર્મીઓ તેમજ બે પીઆઇ સહી પાંચ પીએસઆઇ સહિતનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે કંટાળુ નવાગામ મેળામાં સૌપ્રથમવાર સુખ-શાંતિ થી મેળો પૂર્ણ થયો હતો જેમાં ખાસ કરીને ઈસરી પોલીસ સ્ટેશનના બંને પીએસઆઇ દ્વારા ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડી અન્ય પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ ના ભાગરૂપે જે પ્રકારે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો નવાગામ યુવાન મિત્ર મંડળ તેમજ નવાગામના વડીલો સહિત આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ પી વી પલાસ તેમજ PSI એન એમ બામણીયાનું નવાગામ ગ્રામજનો ધ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું . જેની અંદર કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહી તે માટે તમામ પોલીસ પરિવારનો ગ્રામજનો એ ખૂબખબૂ આભાર વ્યકત કર્યો હતો

Back to top button
error: Content is protected !!