વાવ થરાદ જિલ્લામાં ભાભર ખાતે પ્રથમ મેદસ્વિતા મુક્ત યોગ શિબિર યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શિશપાલ જી ની પ્રેરણા દ્વારા આયોજિત મેદસ્વિતા મુક્ત ગુજરાત સંકલ્પને સાકાર કરતી મેદસ્વિતા મુક્ત યોગ શિબિર કેમ્પ નું આયોજન ભાભર ગામે , આર્ય સમાજ મંદિર ખાતે એક મહિનાની શિબિર આયોજિત થઈ. સમગ્ર મહિના ની ટ્રેનિંગ દરમિયાન ભાભર શહેરના 100 જેટલા મહિલા, પુરુષ એ તેનો લાભ લીધો અને લગભગ પાંચ થી અગિયાર કિલો જેટલું વજન ઓછું કર્યું .મેદસ્વિતા એટલે કે શરીરનું વધારે પડતું વજન શરીરમાં ડાયાબિટીસ બ્લડપ્રેશર થાઇરોઇડ અને બીજી ઘણી બધી બીમારીઓ શરીરમાં લાવે છે. છેલ્લા એક મહિના સુધી યોગાસન પ્રાણાયામ કરી અને આ સાધકોએ પોતાના શરીરનું યોગ્ય આહાર સાથે વજન ઉતારી આપવામાં આવ્યું હતું.આ કેમ્પમાં અલગ અલગ યોગની ક્રિયાઓ, સાધના, પ્રાણાયામ, યૌગિક ક્રિયાઓ ,યોગ્ય આહાર વિશેની તાલીમ આપવામાં આવી હતી .આ કેમ્પનું આયોજન જીગીશાબેન સોની, શારદાબેન ઠક્કર, દલુબેન ઠક્કર જેવા યોગ કોચ ના આગેવાનીમાં યોજાયો .જેનો લાભ બનાસકાંઠા સાંસદ શ્રીમતી ગેની બેન ઠાકોરે પણ લીધો હતો .ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોઓર્ડીનેટર શ્રી દ્રોપદભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ બધાનું હેલ્થ ચેક અપ કર્યું હતું . ભાભર રેફરલ હોસ્પિટલ ની આરોગ્ય ટીમ પણ તપાસ કરી ગઈ હતી.સમગ્ર શિબિર દરમિયાન ઝોન કોર્ડીનેટર શ્રી અજીતભાઈ પટેલ સાહેબ નું માર્ગદર્શન અને ભાભર નિવાસી પ્રવીણભાઈ ઠક્કર નો સહયોગ મળ્યો હતો.



