ANANDGUJARATUMRETH

ઉમરેઠની અમૂલ એજન્સીઓને નોટીસ ફટકારી તપાસ કરી દંડાત્મક કાર્યવાહી કરવા આદેશ

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
લાયઝન અધિકારી ચોમાસુ ૨૦૨૪ અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આણંદ શિવાંગીબેન શાહ દ્વારા આજ રોજ ચોમાસુ ૨૦૨૪ અંતર્ગત ઉમરેઠ તાલુકામાંથી સાફ-સફાઈ થયેલી કાંસ માંથી કાંસનું નિરીક્ષણ ની ચકાસણી કરવા આવ્યા હતા તે દરમિયાન ઉમરેઠ ઓડ ચોકડી પાસેની કાંસમાં અમુલ આણંદના વેચાણ કરવામાં આવતા રૂપિયા ૧૦ ની કિંમતના જ્યુસના એક્સપાયરી ડેટ ના પેકેટ ઉમરેઠ શહેરમાં આ એજન્સી ધરાવતા વેપારી દ્વારા કાંસની અંદર ફેકવામાં આવ્યા હતા તે બાબત મામલતદાર ઉમરેઠ તથા નગરપાલિકાના સ્ટાફ ને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. આમ તપાસ બાદ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાને જ્યુસના પાઉચ એકત્ર કરી અમુલમાં ઉમરેઠની કઈ એજન્સીને આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવી તેમજ હાલના તબક્કે અમૂલની એજન્સી ધરાવતા ઉમરેઠ શહેરના તમામ એજન્સીઓને નોટિસ ફટકારી આવો એક્સપાયર ડેટ નો માલ કાંસમાં ગંદકી ફેલાય તેવું ભાન હોવા છતાં નાખ્યો હોવાથી દંડાત્મક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા જણાવેલ હતું અને અન્ય લોકો પણ કાંસમાં કચરો ફેંકી અને પાણી વહાવી ગંદકી ન કરે તે માટે પણ ચીફ ઓફિસર શ્રી ઉમરેઠ નગરપાલિકાને તકેદારી રાખવા જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!