GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના વેજલપુર ગામે રહેણાંક મકાનમાંથી 35 કિલો ગૌમાંસ સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો.

 

તારીખ ૦૯/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના વેજલપુર પોલીસ સ્ટેશના ના પીએસઆઇ એસ.એલ.કામોળ નાઓએ પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે,વેજલપુર ચાંદાની વાડી ખાતે રહેતા શોકત ઉર્ફે ગોગો અબ્દુલ રહીમ પાડવા પોતાના માલીકીના ત્રણ માળના શીફા-2020 લખેલ રહેણાંક ઘરે ગોધરાના કોઈ ઈસમ એક્ટીવા ઉપર ગૌમાંસ ભરી આપી જાય છે અને શોકત ઉર્ફે ગોગો તથા તેની પત્નિ છુટકમાં વેચાણ કરે છે અને હાલ વેચાણ ચાલુ છે જેવી બાતમી આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમી વાળા રહેણાંક મકાનમાં રેઈડ કરતા કુલ ૩૫ કિ.ગ્રા માંસ તથા રોકડ રકમ.૧,૧૧,૫૦૦/-તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૩૭,૬૭૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી જાણવાજોગ દાખલ કરી મળી આવેલ માંસ ફોરેન્સીક લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાવતા એફ.એસ.એલ.સર્ટી આવતા ગૌવંશનુ (ગૌમાંસ) હોવાનુ જણાય આવતા મળી આવેલ આરોપી તેમજ નાસી જનાર તમામ આરોપીઓ વિરુધ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

Back to top button
error: Content is protected !!