GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

3 લાખના ચેક રિટર્ન કેસમા ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું પુરવાર કરી ના શકતા,આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હાલોલ કોર્ટ નો હુકમ

 

તારીખ ૦૮/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના બે મિત્રો ના આર્થીક વ્યવહારો અંગે હાલોલ એડી. ચીફ જયુ મેજિસ્ટ્રેટ નો ચુકાદો

કાલોલ ના માળી ફળીયામાં રહેતા સતીશકુમાર ભરતસિંહ સોલંકી એ કાલોલના ઓમ ડુપ્લેક્ષ ખાતે રહેતા હિમાંશુ અરવિંદસિંહ પરમાર સામે નોંધાવેલ ચેક રિટર્ન ની ફરિયાદ મુજબ બન્ને વચ્ચે મિત્રતા હોવાથી હાથ ઉછીનો વ્યવહાર ચાલતો હતો તા ૧૫/૦૧/૨૪ ના રોજ આરોપીને રૂ ૩ લાખની જરૂર હોય ૧૦ દિવસના વાયદે નાણાં માંગતા કાલોલ બસ સ્ટેશન પાસે રોકડા રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા દશ દિવસ બાદ ઉઘરાણી કરતા તા ૧૨/૦૨/૨૪ ના રોજ નો રૂ 3 લાખનો બેંક ઓફ બરોડા નો ચેક આરોપીએ આપ્યો હતો જે ચેક ફરિયાદીએ પોતાના પંજાબ નેશનલ બેંક દુનિયા તા. હાલોલ ના શાખામાં જમા કરાવ્યો હતો જે ચેક અપૂરતા ભંડોળને કારણે પરત આવ્યો હતો. આરોપીને પોતાના વકીલ મારફતે નોટિસ આપી અને ત્યારબાદ હાલોલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. આરોપી હિમાંશુ અરવિંદસિંહ પરમાર પોતાના એડવોકેટ જે બી જોશી અને વી એચ ગોહિલ મારફતે હાજર થયા હતા અને તેઓની ઉલટ તપાસમાં ફરિયાદીએ પોતાના પિતાનુ નામ ભારતસિંહ જણાવ્યુ હતુ જે બાદ પિતાનું નામ ભારતસિંહ નહીં ભરતસિંહ છે તે દર્શાવવા માટે આધાર કાર્ડ રજૂ કરેલ નહોતુ પોતે આર્થીક રીતે સક્ષમ હોવા અંગે પિતા ખેતીકામ કરતા હોવાનું અને હિસાબ રાખતા હોવાનું જણાવ્યું હતુ પરંતુ સાહેદ સુનિલકુમાર અરવિંદભાઈ રાઠોડ ની સરતપાસમાં ફરિયાદીના પિતા તા ૨૮/૦૩/૧૨ ના રોજ ગુજરી ગયા હોવાનું બહાર આવ્યું હતુ આમ ફરિયાદી પોતાની સોર્સ ઓફ ઇન્કમ ની જવાબદારીમાંથી છટકવા માટે ખોટું બોલ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. પોતે ડીજે મા કેટલા રૂપિયા કમાય છે તે પણ જણાવી શકયા નથી. હિસાબી ચોપડા કે કોઈ દસ્તાવેજો રાખ્યા નથી. આરોપીને આપવા માટે રૂ 3 લાખ કયાંથી લાવ્યા તે પણ બતાવી શક્યા નથી.પોતાનુ બેંક સ્ટેટમેન્ટ રજુ કરવા તૈયાર નથી. ચેક ઉપરની સહી ચાર વર્ષ જુની છે તથા બાકીનું લખાણ ફરિયાદ કરતા અગાઉનું છે જે બન્ને અલગ અલગ પેનથી લખાયેલ છે. બચાવ પક્ષે એડવોકેટ જે બી જોશી એ મહત્વની તકરાર લીધી હતી કે કાલોલના સંતોષ મહાજન મારફતે આરોપીએ હાલોલના શંકરભાઈ મારવાડી પાસેથી રૂ.1લાખ પાંચ ટકા ના વ્યાજે લીધા હતા અને તે પેટે શંકરભાઈએ હાલનો કોરો ચેક મેળવેલ જે ચેક શંકરભાઈ પાસેથી મેળવી આ ફરિયાદ કરી છે. સમગ્ર મામલે ફરિયાદી અમુક ચોક્કસ હકીકત અને દસ્તાવેજ કોર્ટમાં રજુ નહી કરવાની માનસિકતા તેમજ ફરિયાદ પક્ષ પોતાનુ લેણુ પુરવાર કરી ના શકતા હાલોલના એડિશનલ ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર. બી જોશી એ આરોપી ને ચેક રિટર્ન ના ગુનામાં નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!