MEHSANAVIJAPUR

વિજાપુર રણાસણના યુવકે ચક્કર થી ખત્રીકૂવા વચ્ચે જહાંનીયા મસ્જીદ ના મીનારા ઉપર ફાયર શોટ છોડી ઇન્સ્ટેગ્રામ ઉપર વિડિયો શેર કરતા પોલીસ મથકે ફરીયાદ આપી

વિજાપુર રણાસણના યુવકે ચક્કર થી ખત્રીકૂવા વચ્ચે જહાંનીયા મસ્જીદ ના મીનારા ઉપર ફાયર શોટ છોડી ઇન્સ્ટેગ્રામ ઉપર વિડિયો શેર કરતા પોલીસ મથકે ફરીયાદ આપી
આવા વિડિયો થી મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા મામલતદાર ને આવેદન પત્ર આપી કાયદેસર ના પગલાં ભરવા મુસ્લિમ સમાજના યુવકોએ માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ગામથી ગત ચાર દિવસ પૂર્વે અંબાજી જવા પગપાળા સંઘ ની રથ નીકળ્યો હતો.એ સમયે રાત્રીના દરમ્યાન સંઘ સાથે આવેલ નિશીથ પટેલ નામના યુવકે ધાર્મિક લાગણી દુભાય તે રીતે ચક્કર થી ખત્રીકૂવા વચ્ચે આવેલ જહાનીયા મસ્જીદ નજીક રથ આવતા યુવકે મસ્જીદ ના મીનારા ઉપર ફાયર શોટ છોડી ને તેનું ઇન્સ્ટીગ્રમ ઉપર વિડિયો બનાવી ફેસબુક અને ઇન્સ્ટેગ્રામ ઉપર છોડવામાં આવ્યું હતુ હાલમાં મુસ્લિમ સમાજના ઇદે મિલાદ અને હિન્દુ ધર્મ ના અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો બંને તહેવારો એક સાથે દરેક ધર્મ નો લોકો ઉજવી રહ્યા છે. ત્યારે આવા સમયે મસ્જીદ ઉપર ફાયર શોટ છોડી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે.જેને લઇ ઇન્સ્ટેગ્રામ અને ફેસબુક ઉપર વિડિયો છોડનાર યુવક સામે કાયદેસર કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજના યુવકોએ પોલીસ મથકે અરજી રૂપ ફરીયાદ આપી છે. જ્યારે ઇન્સ્ટેગ્રામ અને ફેસબુક ઉપર વિડિયો છોડવા ને મુદ્દે મુસ્લિમ સમાજના યુવકોએ નાયબ મામલતદાર અનિલ ભાઈ પટેલ ને આવેદન પત્ર આપી યુવક સામે કાયદેસર ના પગલાં ભરવા ની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ નાયબ મામલતદારે રજૂઆત કરવા ગયેલ યુવકોને કાર્યવાહી કરવાનો દિલાસો આપતા યુવકો પરત ફર્યા હતા.આ સાથે મુસ્લિમ સમાજ દ્વારા સાયબર ક્રાઇમ માં પણ ફરીયાદ આપવાની તજવીજ હાથ ધરી છે આ બાબતે પોલીસ મથકે ગયેલા યુવકો ની ફરીયાદ અંગે પૂછતાં પીઆઈ કે કે ચૌધરીએ જણાવ્યું હતુ કે હાલમાં યુવક ની તપાસ કરતા યુવક અંબાજી મેળા માં ગયો છે. ટુંક સમયમાં તેની સામે કાર્યવાહી કરી જાણ કરવા મા આવશે તેવુ યુવકોને દિલાસો આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!