GUJARATPANCHMAHALSHEHERA

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેરા તાલુકાના બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

તપાસ દરમિયાન દુકાનમાં ગેરરીતિ ઝડપાતા દુકાનના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

*પંચમહાલ, શુક્રવાર ::*

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ બાહી ગામ ખાતે ની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન અનાજના જથ્થામાં વધ-ઘટ, લાભાર્થીને કુપન ન આપવી, ભાવ જથ્થાનું બોર્ડ ન નિભાવવું જેવી ગેરરીતિઓ માલુમ પડતાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા દુકાનમાં રહેલા અનઅધિકૃત જથ્થાને સીઝ કરી દુકાનદાર અશોકભાઈ મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના લાભાર્થીઓને નાગરિક પુરવઠા વિભાગની યોજનાનો જથ્થો નિયમિત અને પૂરતો મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા નિયમિત રીતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસની કામગીરી કરવામાં આવે છે.

 

Back to top button
error: Content is protected !!