DAHODGUJARAT

દાહોદના દર્પણ રોડ પર રહેતા ૪૫ વર્ષીય ઈસમનું આકસ્મિક રીતે સારવાર દરમિયાન મોત થતા.પરિવાર જનોએ બોડીને ઝાયડસ મેડિકલ કોલેજને દાન કરી

તા.૨૫.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના દર્પણ રોડ પર રહેતા ૪૫ વર્ષીય ઈસમનું આકસ્મિક રીતે સારવાર દરમિયાન મોત થતા.પરિવાર જનોએ બોડીને ઝાયડસ મેડિકલ કોલેજને દાન કરી

દાહોદમાં એક પરિવારના સદસ્ય નું મૃત્યુ થતાં પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ આ અંગેની જાણ દાહોદ શહેરના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર થતા તેઓએ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી ત્યારે કાઉન્સિલર તેમજ સ્થાનિક લોકોના સમજાવ્યા પ્રમાણે મૃતકના પરિવારજનો દ્વારા મૃતકના મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ડોનેટ કરવામાં આવી હતી

અંગદાન મહાદાન ની પંક્તિને સાર્થક કરતો કિસ્સો દાહોદમાં જોવા મળ્યો છે જેમાં દાહોદ શહેરના વોર્ડ નંબર 3 માં રહેતા અજયભાઈ સુરેશભાઈ ગરવાળ ના દૂરના કાકા રાજુભાઈ કાળુભાઈ ગરવાળ ની બે દિવસ પહેલા તબિયત લથડતા તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન રાજુભાઈનું મોત નીપજ્યું હતું. મૃતક ના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અંતિમ ક્રિયા નો ખર્ચ ઉઠાવી શકે તેવા સક્ષમ ન હોવાને કારણે પરિવારજનો અસમંજસમાં મુકાયા હતા આ અંગેની જાણ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર લક્ષ્મીબેન હિતેશભાઈ ભાટ મૃતકના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં કાઉન્સિલર લક્ષ્મીબેન તથા ગ્રામજનો દ્વારા મૃતકના પરિવારજનોને મૃતકના મૃતદેહને દાહોદની હોસ્પિટલમાં ડોનેટ કરવા માટેની સલાહ આપવામાં આવી હતી ત્યારે મૃતકના પરિવારજનો તેઓની સલાહ ને માન્ય રાખી અને રાજી થઈ મૃતક રાજુભાઈના મૃતદેહને દાહોદની હોસ્પિટલ ખાતે ડોનેટ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અગાઉ પણ કેટલાક મૃતકોના અમૃત દેને ડોનેટ કરવામાં આવ્યા હતા ઝાયડસ અને મેડિકલ હોસ્પિટલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડોનેટ કરાયેલા મૃતદેહથી અભ્યાસમાં મદદ મળી રહે છે

Back to top button
error: Content is protected !!