તા.૧૪.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ફાયર સ્ટેશન ખાતે મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ શહીદ જવાનને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી I
મુંબઈના ડોકિયાડમાં ૧૯૪૪ માં ફરજ દરમિયાન શહીદી વોહરનાર ૬૬ જવાનોના વતન કાજે બલિદાનની યાદમાં આજરોજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેનેશન સર્વિસના નેજા હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દાહોદ દ્વારા ફાયર સ્ટેશન ખાતે ઝંડા વંદન કરી મૃતક શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તમને યાદ કર્યા હતા અને તેમના માનમાં રેલી કાઢવામાં આવી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી.તા.૧૪ મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકયાર્ડ માં વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જવલનશીલ માલ સામાન ભરેલ એક એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન” બ્રિટીશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી, આ આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. સાથે ૩૦૦ થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકોનાં જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી. ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનારા નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે તા. ૧૪ મી એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.જે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દાહોદ દ્વારા ફાયર સ્ટેશન ખાતે નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ફાયર સ્ટેશન ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી નિરજભાઈ દેસાઇ (ગોપીભાઈ)ની ઉપસ્થિતિમાં સદસ્યશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ અને ફાયર સ્ટાફ દ્વારા ધ્વજ ફરકાવી બે મિનિટ મોન પાડી શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ અને ફાયર વિભાગના વાહનોની શહેરી વિસ્તારમાં રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ. વધુમાં તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૫ થી તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી આગ અકસ્માત વિષે જાણ જાગૃતિ આવે તે માટે તાલીમ તેમજ સમજણ માટેના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે