
તા.૦૨.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રામાનંદ પાર્ક ખાતે સહકાર ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી દીપકભાઈ ચોરસીયા મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના આશીર્વાદ લઇ દાહોદ જિલ્લાની મુલાકાતે
દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન સહકાર ભારતી ના રાષ્ટ્રીય મહામંત્રી દીપકભાઈ ચોરસીયા એ દાહોદ જિલ્લામાં આવેલ સહકારી સંસ્થા ઓ.બેન્કો.સહકારી આગેવાનો સાથે મુલાકાત કરી હતી દાહોદ રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના આશીર્વાદ લીધા પછી દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી.દાહોદ અબૅન બેંક ના ચેરમેન શ્રેયસભાઈ શેઠ તથા અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી દાહોદ જીલ્લા ની મુલાકાત માં સહકાર ભારતી દાહોદ ના હોદ્દેદારો નિમેષ જોષી. નરેશભાઈ ચાવડા. રમેશભાઈ ગારી.તથા ભરતભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા સહકાર ભારતી ના રાષ્ટ્રીય મહામંત્રી દીપકભાઈ ચોરસીયા દાહોદ જિલ્લામાં ચાલતી સહકારી પ્રવૃત્તિ ઓ ની પ્રશંસા કરી હતી અને આગામી દિવસોમાં સહકાર ભારતી ના બેનર હેઠળ વિવિધ કાર્યક્રમો કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતુ




