DAHODGUJARAT

દાહોદ શહેરના સેફી નગર વિસ્તારમાં આવેલા અકમર એપાર્ટમેન્ટમાં એક 85 વર્ષીય વૃદ્ધા પોતાના જ ઘરમાં ઘેરાઈ

તા.૧૬.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના સેફી નગર વિસ્તારમાં આવેલા અકમર એપાર્ટમેન્ટમાં એક 85 વર્ષીય વૃદ્ધા પોતાના જ ઘરમાં ઘેરાઈ ગયા હતા. જોકે, દાહોદ ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને આ વૃદ્ધાને સહી-સલામત બહાર કાઢ્યા છે.

​સેફી નગરના અકમર એપાર્ટમેન્ટ-2 ના બીજા માળે રહેતા 85 વર્ષીય ફાતિમાબેન મનસુરભાઈ સપાટવાળા અચાનક મુશ્કેલીમાં મુકાયા હતા. બન્યું એવું કે, તેઓ ઘરની અંદર હતા ત્યારે દરવાજો લોક મારી દઈ ચાવી ક્યાંક મુકાઈ ગઈ હતી અને ચાવી અંદર જ રહી ગઈ હતી.​એકલા ફાતિમાબેન ઘરમાં પૂરાઈ જતાં ભારે ગભરાઈ ગયા હતા અને ગભરાટના માર્યા તેમણે બુમાબુમ મચાવી દીધી હતી. બુમો સાંભળીને આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોએ દરવાજો ખોલવા માટે ભારે પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળી ન હતી.​અંતે,આ અંગેની જાણ 112 કોલ મારફતે દાહોદ ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવી હતી. ફાયરની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ફાયરના જવાનોએ દરવાજાની લોખંડની જાળી કાપવાનું નક્કી કર્યું. ફાયરના જવાનોએ સાધનો વડે જાળી કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તાળું તોડી ફાતિમાબેનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.​અને 85 વર્ષીય વૃદ્ધા સહી-સલામત બહાર આવતા જ પરિવારે અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો

Back to top button
error: Content is protected !!