
કિરીટ પટેલ બાયડ
*અરવલ્લીના ધનસુરાના આકરૂન્દ ગામના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરેછે
અરવલ્લીના ખેડૂતો પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે.ધનસુરા તાલુકાના આકરૂન્દના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત ૩૫૦ છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.દર વર્ષે ૧૫ લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે. ખારેકની એક વાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવે છે.
આકરૂન્દના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું કે, ૫ વર્ષ પહેલાં ખારેકની ખેતી કરી છે.જેમને ૧૨ વીઘા જેટલી જમીનમાં ૩૫૦ જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થયું.ખજેઓ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ થાય છે અને સ્થળ ઉપર્રથી મોટાભાગે હોલસેલમાં ખારેક મોટી માત્રામા વેચાય જાય છે જેનો ભાવ ૮૦ રૂપિયે કિલો પડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે,ખારેકનું કોઇ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે.ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીક પહેરાવાય છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પોહચે છે.
ખારેક જેવી ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂત ભાઈઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰




