GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
		
	
	
Rajkot: ‘એક અનોખી માનવ સેવા’ શ્રીનફીસા સાદીકોટે તેણીના જન્મદિવસે સ્લમ વિસ્તારના 100 બાળકો માટે પૌષ્ટિક ભોજન કરાવ્યું

તા.૧૩/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર અને સહયોગ ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 07/03/2025 શ્રી નફીસાના જન્મદિવસે સ્લમ વિસ્તારના 100 જેટલા બાળકો માટે પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્લમ વિસ્તારના બાળકોને સંતુલિત અને પૌષ્ટિક ભોજન અપાયું, જે માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ તેમના આરોગ્ય અને ભવિષ્ય માટે સંભારણું બની રહેશે. બાળકોના ચહેરા પર આનંદ અને ખુશી દેખાઈ આવી હતી!
“જન્મદિવસની ઉજવણી માટે કેક અને પાર્ટીની જરૂર નથી – કોઈ એક વ્યક્તિ માટે નહીં, પણ કેટલાય લોકો માટે એ ખુશીનો દિવસ બની શકે!” આ પહેલ માત્ર એક દિવસ માટે નહીં, પણ લાંબા ગાળે સમાજમાં બદલાવ લાવવાનો પ્રયાસ છે, તેમ શ્રી નફીસાએ જણાવ્યું હતું. દાતા શ્રીના સહકારથી બાળકોને માત્ર ભોજન નહીં, પણ સ્નેહ અને ઉર્જા પણ મળી.
				




