અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
ધોરણ 6 ના ગણિત અને ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની અછત..? સત્રની શરૂઆતમાં જ પુસ્તકની બૂમો
તમને નથી લાગતું કે ક્યાંક આ શિક્ષણ એ પાંગળું થવા લાગ્યું છે. એક બાજુ શિક્ષણના નામે બડાઈ ફૂંકતું તંત્ર અને કહે છે કે શિક્ષણ જગતમાં ગુજરાત નંબર વન છે પણ કઈ રીત અહીં તો વિધાર્થીને પુસ્તક માટે પણ વેઈટ કરવો પડે છે નવી શિક્ષણનીતિ લાવી ને શું ફાયદો…? હાલ સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ગઈ છે બાળકો ને હોંશે હોંશે પ્રવેશ આપવામાં આવી રહયો છે પરંતુ જયારે પાઠ્યપુસ્તકની વાત આવે તો ક્યાં છે પુરતા પુસ્તકો વાત છે અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાની અંદર શાળા શરુ થતા ધોરણ 6 ના ગણિત અને ગુજરાતી પાઠ્યપુસ્તકનો સ્ટોક ન હોવાની વાતો વહેતી થઇ છે શું સરકાર દ્વારા પુસ્તકો પુરતા પ્રમાણમાં છપાતા નથી કે પછી પુસ્તકોની ઘટ છે.? જેવા સવાલો ઉભા થયા છે શિક્ષણના નામે માત્ર જાહેરાતો કરવામાં આવે છે હાલ તો શરૂઆતમાં જ ધોરણ 6 ના વિધાર્થીઓ પાઠ્યપુસ્તક વિના વંચિત છે હવે આગળ શું થશે એ જોવાનું રહ્યું..
વધુમાં પાઠ્યપુસ્તક બાબતે પુછપરસ કરતા જાણવા મળ્યું હતું કે બાકીના પુસ્તકો શાળા શરૂ થયાની પહેલા આવી ગયા હતા પરંતુ ગણિત અને ગુજરાતી પુસ્તક આવ્યા ન હતા અને ગણિત તેમજ ગુજરાતીના પુસ્તકો આજે આવી ગયા હશે એક બે દિવસમાં વિતરણ થઇ જશે તેવું જાણવા મળ્યું હતું