નગરાળા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવારના જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

તા.૦૯.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:નગરાળા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવારના જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન
નગરાળા તાલુકા સીટના નવનિર્વાચિત વિજેતા ઉમેદવારના લોકસંપર્ક કાર્યાલયનું આજરોજ વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા પ્રમુખની ગરિમામય અધ્યક્ષતામાં યોજાયો હતો.સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મતદારોની હાજરીમાં રિબન કાપીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ કાર્યાલય વિસ્તારના લોકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ અને સ્થાનિક વિકાસ કાર્યોને વેગ આપવા માટે એક મહત્વનું કેન્દ્ર બનશે.વિજેતા ઉમેદવારે પણ તમામ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરી, વિસ્તારની જનતાની સેવામાં સતત કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું





