CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડીના રતનપુરા મેન કેનાલ પાસે તુફાન ગાડી રોડની સાઈડનાં ખાડામાં ખાબકી
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી કવાંટ રોડ ઉપરથી મધ્ય પ્રદેશની તુફાન ગાડી પેસેન્જર ભરીને કરનાળી મંદિરે દર્શન તરફ જઈ રહી હતી જયારે ગાડીમાં બેઠેલ લોકોએ ડ્રાઇવરને ગાડી ઊભી રાખવા કહેતા રતનપુરા મેન કેનાલ પાસે રોડ ની સાઈડમાં ઢાળ ઉપર ડ્રાઇવરે એ ગાડીને ઊભી રાખી હતી જ્યારે ગાડીમાં બેસેલ તમામ પેસેન્જર થોડી વાર માટે ઉતરી ગયા હતા ત્યાર બાદ અમુક પેસેન્જર કેનાલમાં રહેલી માછલીઓને ગાંઠીયા ખવડાવવા માટે જતા રહ્યા હતા.અને અમુક પેસેન્જર નાસ્તો કરવા જતાં રહ્યાં હતાં કરી અને ગાડીમાં કોઈ પણ હાજર ના હતું જ્યારે ડ્રાઇવર પણ ગાડીને ગેરમાં રાખીને આસપાસ જતો રહ્યો હતો ત્યાર બાદ થોડા સમય પછી અચાનકજ આ ગાડી ઢાળ ઉપરથી નીચે ઉતરવા માડી હતી અને જોત જોતામાં રોડની સાઈડમાં આવેલ ઊંડા ખાડામાં ઉતરી પડી હતી અને વીજ પોલ પાસે જઈને ભટકાઈ હતી જેનાથી વીજ પોલ પણ તૂટી પડયો હતો જ્યારે સદનસીબે ગાડીમાં કોઈ બેસેલ નાં હોય મોટી દુર્ઘટના ટળી હતી.