GUJARAT

ડાંગ જિલ્લાનાં ખાપરી નદીમાં તણાયેલા યુવકની લાશ 48 કલાકની શોધખોળ બાદ મળી આવી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પીંપરી ગામ નજીક ખાપરી નદીમાં રવિવારે સાંજે એક યુવક તણાઈ ગયો હતો.ત્યારે 48 કલાકની શોધખોળ બાદ એસ.ડી.આર.એફનાં જવાનોએ લાપતા યુવાનની લાશ શોધી કાઢી હતી.આહવા-વઘઈ માર્ગને અડીને વહેતી ખાપરી નદીમાં આ દુર્ઘટના બની હતી.પીંપરી ગામનો રહેવાસી દેવેન્દ્ર મહેન્દ્રભાઈ પવાર (ઉંમર 25) કોઈ કામ અર્થે નદી પાર કરીને ગયો હતો. રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તે ઘરે પરત ફરી રહ્યો હતો.આ દરમિયાન, તે ખાપરી નદી પર આવેલા ચેકડેમ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો.પાણીનાં તેજ પ્રવાહમાં દેવેન્દ્ર પવારનો પગ ચેકડેમ પરથી લપસી ગયો અને તે નદીના વહેણમાં તણાઈ ગયો.પરિવારજનોને આ ઘટનાની જાણ થતા જ તેમણે યુવકની શોધખોળ શરૂ કરી હતી.અહી લાપતા યુવાન દેવેન્દ્ર પવારની એસ.ડી.આર એફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.શોધખોળ બાદ એસ. ડી.આર.એફ.ના જવાનોએ લાપતા યુવાનને શોધી કાઢ્યો હતો.ત્યારે લાપતા યુવાનની લાશનો કબજો લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

Back to top button
error: Content is protected !!