DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Dhoraji: ધોરાજીમાં સખી મંડળની બહેનોના સહયોગથી વપરાયેલા કપડાંમાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

તા.૧૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન – શહેરી અને અર્બન લાઈવલીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે ‘માય થેલી’ અભિયાનના ભાગરૂપે ધોરાજીના સખી મંડળની બહેનોના સહયોગથી જૂના કપડાંનો સદપયોગ કરીને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાનો, પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળની બહેનોના કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સખી મંડળની બહેનો દ્વારા વપરાયેલા કપડાંમાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવામાં આવી રહી છે. આ થેલીઓ લોકોને તેના જૂના કપડાંમાંથી વિનામૂલ્યે બનાવી આપવામાં આવે છે.




