
મેઈનસ્ટ્રીમીંગ એક્ટીવીટી અંતર્ગત આજરોજ GSACS અમદાવાદ અને DTHO ડો.ચન્દ્રેશ વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ દિશા ટીમ જૂનાગઢના ઉપક્રમે શિડ્યુલ tribe (pvtg) એક્ટિવિટી અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત મેંદરડા તાલુકાના શિરવાણ ગામ ખાતે જિલ્લો જુનાગઢ મા શિડ્યુલ ટ્રાઈબ (PVTG સીદી બાદશાહ ) ના કુલ 250 લોકોને HIV /AIDS , જાતીય રોગ , ટીબી ,અને The HIV /AIDS (P&C) act-2017 અંતર્ગત તાલિમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.આ કાર્યકર્મમા શ્રી મનુભાઈ વાઘેલા સાહેબશ્રી ડેપ્યુટી ડાયરેકટરશ્રી મેઈનસ્ટ્રીમીંગ GSACS અમદાવાદ., ડો, નિમાવત સાહેબ DTC મેડીકલ ઓફિસરશ્રી અને દિશા સ્ટાફ (CPM, CSO & DMDO) અને ICTC મેંદરડા ના કાઉન્સિલરશ્રી આશિષભાઈ બદાણી દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલ.આ તાલીમમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જુનાગઢ તેમજ શિરવાણ ગામના પ્રમુખ સિદીકભાઈનો સારો સહકાર મળેલ.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





