
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આહવા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ કાર્યક્રમની જાહેરાત થતા સોશિયલ મીડિયામાં અનેક ફિટકાર વરસાવવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં શાંતિ અને સુલેહ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ડાંગ જિલ્લાના બીટીપી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટીના કેટલાક નેતાઓને નજર કેદમાં રાખવામાં આવ્યા હતા.




