પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા ૨૦ મો સમુહલગ્નોત્સવ યોજાયો…
પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા ૨૦ મો સમુહલગ્નોત્સવ યોજાયો...

પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા ૨૦ મો સમુહલગ્નોત્સવ યોજાયો…
અત્યારના જમાનામાં મોંઘવારી એ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરી ને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશય થી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણ ની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પાટણ-ઊંઝા હાઈવે ઉપર આવેલ હાંસાપુર ખાતે ખોડાભા હોલમાં લીલાભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક ગીતાબેનપ.પૂજ્ય મહંતશ્રી દલસુખરામબાપુ ગુરૂશ્રી બળદેવદાસબાપુ શક્તિ નગર હળવદ,પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરી મહારાજ ગુરૂશ્રી હીરાપુરી બાપુ,જનસેવા આશ્રમ મોટીચંદુરની પાવન નિશ્રામાં શાસ્ત્રી ડૉ.અમિતભાઈ આઈ. આઝા (વેદપાઠી) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રજાપતિ કલ્પેશભાઈ એન.પ્રજાપતિ કલ્પેશ વૃંદ પાટણના સંગીતના સુરોવચ્ચે સંવત ૨૦૮૧ ના ફાગણસુદ-૦૩ ને રવિવારના રોજ ૨૦ માં સમુહ લગ્નોત્સમા ૨૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.ત્યારબાદ દાતાઓનો સન્માન સમારોહમાં મંડળના મંત્રી દશરથભાઈ જી. ગુર્જરે (પ્રજાપતિ) શાબ્દિક શબ્દો દ્વારા મુખ્ય મહેમાન, અધ્યક્ષ, તમામ દાતાઓ,અતિથિ વિશેષ, તમામ પરગણાના પ્રમુખો, મંત્રીઓ,વિવિધ મંડળના પ્રમુખો, મંત્રીઓ,ઉદ્ઘોષકો તેમજ સમાજના તમામ જ્ઞાતિ બંધુઓનો,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ સદાય દરેકના ઋણી રહેશે.સમૂહલગ્નની શોભા વધારી તે બદલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ વતી આભાર માન્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન કિરીટભાઈ આર.પ્રજાપતિ, મહેશભાઈ આર.પ્રજાપતિ, કમલેશભાઈ જે.પ્રજાપતિ, સોહનભાઈ જી.પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ (ઊંઝિયા) એ જયારે આભાર વિધિ ઉમેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530







