KARJANVADODARA

કરજણ ન.પા. ચૂંટણી પૂર્વે રાજનીતિ ગરમાઈ:

કોંગ્રેસે બુથ કેપ્ચરિંગની આશંકા વ્યક્ત કરી, વધુ બંદોબસ્ત ફાળવવા પ્રાંત અધિકારીને રજૂઆત

નરેશપરમાર. કરજણ

રજણ ન.પા. ચૂંટણી પૂર્વે રાજનીતિ ગરમાઈ:

કોંગ્રેસે બુથ કેપ્ચરિંગની આશંકા વ્યક્ત કરી, વધુ બંદોબસ્ત ફાળવવા પ્રાંત અધિકારીને રજૂઆત

આવતીકાલે વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે કરજણના પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ પટેલ (પીન્ટુ પટેલ મેવારડી) દ્વારા આજે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેઓને માંગણી કરી છે કે વોર્ડ નંબર એક જલારામનગરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે.તેઓએ પત્રમાં માંગણી કરતા લખ્યું છે કે, નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે. ત્યારે વોર્ડ નંબર એક જલારામ સંતોષ નગર વિસ્તારમાં હરીફ પાર્ટી દ્વારા અસામાજિક તત્વો મોકલી મતદારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓને ધાકધમકી આપી એક તરફી મતદાન કરાવવા માટે ફરજ પાડવામાં આવે છે. જે આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં મતદાનના દિવસે બુથ કેપ્ચરિંગનો પણ પ્રયત્ન કરે એવી દહેશત વચ્ચે તેઓએ મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી પૂરતો પોલીસ બંદોબસ્ત મળી રહે તે અંગે આજે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.આ અંગે પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા સુશાસનની વાતો કરવામાં આવે છે, તેમજ રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો અને વચનો આપવામાં આવે છે. ત્યારે આજે કરજણ સામાન્ય ચૂંટણી નગરપાલિકાની જે ચાલી રહી છે, તે દરમિયાન આજે અમારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવું પડ્યું. એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર એકની અંદર ગઈકાલ રાતના ભાજપના આગેવાન દ્વારા વિકાસની રાજનીતિ બંધ કરીને હવે દાદાગીરીની રાજનીતિથી મત માગવામાં આવે છે.

વધુમાં જણાવ્યું કે, આ સાથે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાની વાત કરવામાં આવે છે. કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોને ધમકાવીને મત માગવાની વાતો કરી રહ્યા છે. આવનાર દિવસોમાં ન્યાયતંત્ર પર અમને ભરોસો છે. પરંતુ આવર દિવસોમાં બુથ કેપ્ચરિંગનું કામ કરતી આ ભાજપ સરકારના ટેકેદારોને ખાસ જોવાના જરૂરી છે. સાથે કોઈપણ ધાક ધમકી આપવામાં આવે છે. ત્યારે અમે આ આવેદન પત્ર આપ્યું છે.વધુમાં કહ્યું કે, ખેસ કમળનો નાખીને જો કોઈ એવું સમજતા હોય કે અમે અહીંના રાજા છીએ તો તે બંધ કરી દે. આ પાર્ટી અને દેશ બંધારણથી ચાલે છે, નહીં કે કમલમથી. જેથી ખાસ કરીને અમે ન્યાયતંત્રને પણ ધ્યાન દોરીએ છીએ અને આવા અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી છે.

Back to top button
error: Content is protected !!