GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-નાસિકની ICICI બેંક શાખાના લોકર તોડી ૧૪ કિલો સોનૂ ચોરીના એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે હાલોલથી દબોચ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૬.૨૦૨૪

મહારાષ્ટ્રાના નાસિક સિટીમાં ૪ મેં ૨૦૨૪ ના રોજ આઈસીઆઈસીઆઈ બેન્ક માં બેન્ક સિક્યુરીટી સાથે મળી લોકર તોડી ૧૪ કિલો સોનાની ચોરી ના ગુનાનો એક આરોપી ને નાસિક ક્રાઇમ બ્રાન્ચ એ હાલોલ ના ગાયત્રી નગર માંથી ઝડપી પડ્યો હતો.તા.૪/૫/૨૪ ના રોજ મહારાષ્ટ્રા ના નાસિક સીટી માંથી આઈસીઆઈસીઆઈ બેંક ના લોકર તોડી ૧૪ કિલો સોનાની ચોરી થયા અંગે ની થયેલ પોલીસ ફરીયાદ ને લઈ મહારાષ્ટ્રા નાસિક પોલીસે સ્પેશીયલ ગુંડા સ્કોડ બ્રાન્ચ ને આ કેસ ની તપાસ સોંપવામાં આવતા પોલીસે બેન્ક સિક્યુરીટી બેન્ક સહીત બે આરોપીઓ ની ઘરપકડ કરી હતી.અન્ય ત્રણ આરોપીઓ ની શોધ ખોળમાં હતા.આરોપીઓના મોબાઈલ ટ્રેસ કરતા લોકેશન બદલાતા રહેતા હતા જેથી પોલીસ આંધ્ર પ્રદેશ ના બાલાજી બેંગ્લોર જયપુર થી ગુજરાત માં આવ્યા હોવાનું જણાઈ આવતા સ્પેશિયલ ગુંડા સ્કોડ ની ટીમ ગુજરાત માં આવી હતી મહારાષ્ટ્ર પારસીંગ ની કાર ની વોચ કરતા કરતા તેઓ હાલોલ બાયપાસ રોડ પર મળી આવતા તેનો ફિલ્મી ઢબે પીછો કરતા હાલોલ ના ગાયત્રી નગર માં ઝાડીઓમાં કાર મૂકી ભાગ્યા હતા તેનો પીછો કરતા રતન સતિષ ચોધરી નામ ના આરોપીને ઝડપી પડ્યો હતો.ભાગદોડ માં લોકટોળા થઇ જતા હાલોલ પોલીસ ની મદદ મેળવી ઝડપાયેલા આરોપીને હાલોલ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.સ્પેશીય ગુંડા સ્કોડ બ્રાન્ચ ના અધિકારી એ જણાવ્યું હતું કે આ અગાઉ બે આરોપી ને ઝડપી પડ્યા છે અન્ય ત્રણ ફરાર હતા તેમાંથી આજે એક ઝડપાઇ જતા હજુ બે આરોપીઓ બાકી છે પકડાયેલા આરોપીઓ પાસે બેંકમાંથી ચોરી કરવામાં આવેલા સોનાના દાગીના ક્યાં છે ? અને કોની પાસે છે ? તે અંગે પોલીસને હજી કોઈ જાણકારી મળી નથી, હાલ પકડાયેલા આરોપીઓ આ મુદ્દામાલ અંગે એકબીજાને ખો આપી રહ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!