જિલ્લા કલેક્ટર શ્રીએ વરસાદને પગલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
અહેવાલ:- પ્રતિક ભોઈ
જિલ્લા કલેક્ટર શ્રીએ વરસાદને પગલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
******
એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર નજર રાખવા તંત્રને સૂચના આપી
*******
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુંએ વરસાદને પગલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.
કલેક્ટરશ્રીએ હિંમતનગરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કરી વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. તેમજ
કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કર્મીઓને એલર્ટ મોડ પર રહીને જિલ્લાની વરસાદીની સ્થિતિની સતત જાણકારી આપવા સૂચનો કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા ઓચિંતા સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા.
તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ ,
મહેસાણા ,બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .
મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.