GUJARAT

અંકલેશ્વર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયુ

 

નોબરીયા સ્કુલની આંગણવાડીના ભૂલકાઓને વૃક્ષોની મહતા સમજાવી

 

અંકલેશ્વર તા. ૫

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબરીયા સ્કુલ સંકુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ સહીતના અન્ય કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું હતુ જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસીએશન દ્વારા નોબરીયા સ્કુલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતુ તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસીએશનના પ્રમુખ અકબરશા દીવાન, ઉપ પ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી, જીતેન્દ્ર પટેલ, શૈલેષ પરમાર ,નીરવ પંડ્યા ,ભારસંગ વસાવા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

Back to top button
error: Content is protected !!