GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બસ સ્ટેન્ડની સામે આવેલી શ્યામ ઇન હોટલમાં આધેડે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી,પોલીસે તપાસ હાથ ધરી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૬.૨૦૨૫

હાલોલ એસટી સ્ટેન્ડની સામે આવેલ શ્યામઈન હોટલમાં છેલ્લા સાત દિવસથી હોટલમાં રોકાયેલા અંકલેશ્વરના કેશવપાર્ક માં રહેતા રિતેશભાઈ મનુભાઈ રાઠોડ એ હોટલની રૂમમાં અગમ્ય કારણોસર હોટલની રૂમના પંખા ના હુકથી ઓઢણી વળે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.પ્રાપ્ત માહિતી મુજબ B 31 કેશવપાર્ક તા.અંકલેશ્વર ખાતે રહેતા રિતેશભાઈ મનુભાઈ રાઠોડ 12મી જૂન ના રોજ રાત્રે સાડા નવ કલાકે હાલોલના એસટી સ્ટેન્ડ સામે આવેલ શ્યામઈન હોટલમાં પોતાના આઇડી પ્રૂફ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ડિપોઝિટ આપી હોટલની રૂમ નબર 107 માં રોકાયા હતા આજે 19 જૂન ગુરુવારના સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ ઉઠી અને ચા નાસ્તો કરી રૂમમાં હતા ત્યારબાદ હોટલના મેનેજર છગનલાલ પરમારે પોણા અગિયાર વાગ્યાની આસપાસ રૂમ નબર 107 માં રોકાયેલા રિતેશ રાઠોડને રૂમમાં રોકાવાના છો કે ચેકઆઉટ કરવાના છો તે પૂછવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ રૂમની અંદર થી કોઈ પ્રતિ ઉત્તર ન આવતા હોટલમાં તેમના કર્મચારીઓ સાથે સાઈડમાં આવેલ બારીમાંથી રૂમની અંદર જોતા રિતેશભાઈ પંખા ના હુક થી ઓઢણી વડે જાતે ગળે ફાંસો ખાધો હોવાનુ જણાતા તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી રૂમનો દરવાજો તોડી રિતેશભાઈ રાઠોડને ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી પોલીસે અક્સ્માત મોતનો ગુનો તપાસ હાથ ધરી છે.જ્યારે રિતેશભાઈ રાઠોડ છેલ્લા સાત દિવસથી આ હોટલમાં રોકાયા હતા અને ક્યાં કારણોસર તેમને જીવન ટૂંકાવી તે પોલીસ તપાસમાં જ બહાર આવી શકે તેમ છે.

Back to top button
error: Content is protected !!