
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં વિશ્વ એઇડ્સ દિવસ 2025 નિમિત્તે જન-જાગૃતિ રેલી અને કાર્યક્રમ યોજાયા
આજ રોજ અરવલ્લી જિલ્લામાં માન. જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમર, જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારી ડૉ. આશિષ નાયક તથા તાલુકા આરોગ્ય અધિકારી–મોડાસા ડૉ. યજ્ઞેશ નાયકના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસ 2025નું આયોજન કરવામાં આવ્યું.આ વર્ષની થીમ —
“એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ”
અનુસાર HIV/AIDS અંગે જન-જાગૃતિ કેળવવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.કાર્યક્રમના ભાગરૂપે NACP સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, સાર્વજનિક નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને NSS ના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા મોડાસા મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ જાગૃતિલક્ષી સૂત્રોચાર કરી HIV/AIDS વિષે જરૂરી માહિતી જનસમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
રેલી બાદ જેસીસ હોલ, મોડાસા ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત શીરો પોઝિટિવ અને ઉત્તમ એડહેરન્સ ધરાવતા લાભાર્થીઓને ગેપ સંસ્થા દ્વારા પ્રોત્સાહનરૂપ મોમેન્ટો અપાયા. તેમજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા HIV ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર સ્ટાફ સભ્યોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા.અરવલ્લી જીલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખાતે પણ સુત્રોચ્ચાર સહ રેલી,પોસ્ટર પ્રદર્શન અને IEC સામગ્રી દ્વારા HIV/AIDS અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા.વિશ્વ એઇડ્સ દિવસની આ ઉજવણીનો મુખ્ય હેતુ HIV/AIDS અંગે જાગૃતિ ફેલાવી, સમુદાયમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો અને ઉપચાર સંબંધિત ભ્રમો દૂર કરવાનો હતો.





