ARAVALLIMODASA

અરવલ્લી : LCBએ શામળાજી બજારમાંથી બાઈકચોર સગીર ને દબોચ્યો,SOGએ મોડાસામાંથી પશુચોરને ઝડપ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ શામળાજી બજારમાંથી બાઈકચોર સગીર ને દબોચ્યો,SOGએ મોડાસામાંથી પશુચોરને ઝડપ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાના પગલે જીલ્લા પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા સઘન પેટ્રોલીંગ અને બાતમીદારો સક્રિય કરી ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે LCBએ શામળાજી બજારમાં ચોરીની બાઈક સાથે ઉભેલા રાજસ્થાની સગીરને અને SOGએ મોડાસાની ગરીબ નવાઝ સોસાયટીમાંથી પશુ ચોરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બસસ્ટેન્ડ થી બજાર તરફના રસ્તા પર એક સગીર નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઉભો હોવાનું જોવા મળતા સગીરની હરકત શંકાસ્પદ લાગતા એલસીબી પોલીસે સગીરની પૂછપરછ હાથધરતા સગીરે બાઈક તેના મિત્ર અજય પોપટ જોશીયારા (રહે,બોરકાપાની-રાજસ્થાન) સાથે મળી છ મહિના અગાઉ શામળાજીના સોનસણ નજીકથી ચોરી કરી હોવાનું કબૂલાત કરતા કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોરને શામળાજી પોલીસને સુપ્રત કરી ફરાર બાઈક ચોર યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના છ મહિના અગાઉ પ્રાણી સંરક્ષણ અધિનિયમન અંતર્ગત નોંધાયેલ ગુન્હાનો આરોપી જાવેદ કાલુ મુલતાની (રહે,રાણાસૈયદ) પહાડપુર રોડ પર આવેલ ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા તેના ભાઈના ઘરે આરામ કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ બાતમી આધારિત મકાન પર ત્રાટકી મકાનને કોર્ડન કરી જાવેદ કાલુ મુલતાનીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો છેલ્લા છ મહિનાથી મોડાસા ટાઉન પોલીસને હાથતાળી આપનાર જાવેદ મુલતાની પોલીસ પકડમાં આવી જતા મોતિયા મરી ગયા હતા

Back to top button
error: Content is protected !!