આણંદમાં 22 નવા મહેસુલી ક્લાર્કને તાલીમ અપાઈ:સમય મર્યાદામાં શ્રેષ્ઠ કામગીરી કરવા શીખવાડાયું

આણંદમાં 22 નવા મહેસુલી ક્લાર્કને તાલીમ અપાઈ:સમય મર્યાદામાં શ્રેષ્ઠ કામગીરી કરવા શીખવાડાયુ
તાહિર મેમણ – આણંદ – 08/12/2025 – આણંદ જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદ કરાયેલા 22 નવા મહેસુલી ક્લાર્કને તાલીમ આપવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈએ આ એક દિવસીય તાલીમનું આયોજન કર્યું હતું
આર. એસ. દેસાઈએ ક્લાર્કને સંબોધતા જણાવ્યું હતું કે, સારા કર્મચારી બનવા માટે હંમેશા શીખતા રહેવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, આણંદ જિલ્લામાં મહેસુલી ક્લાર્ક તરીકેની ફરજ દરમિયાન છેવાડાના માનવીની સેવા કરવાની તક મળી છે, જેને સારી રીતે નિભાવવા અપીલ કરી હતી. તેમણે નવનિયુક્ત ક્લાર્કને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે નાયબ મામલતદાર દ્વિપ સુતરીયા, મનિષાબેન પરમાર, શીતલબેન પટેલ અને મેહુલભાઈ પરમારે પણ નવનિયુક્ત ક્લાર્કને આવકાર્યા હતા. તેમણે મહેસુલી ક્લાર્કની વિવિધ કામગીરી, શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરવું અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આણંદ જિલ્લાના કોઈપણ તાલુકામાં ફરજ બજાવતી વખતે ઉત્તમ કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમ સત્રમાં આણંદ જિલ્લામાં પસંદગી પામેલા તમામ 22 મહેસુલી ક્લાર્ક હાજર રહ્યા હતા.





