GUJARATMENDARDA

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત મેંદરડાનાં નાનકડા ગામડાનાં રહિમાબેનને હ્રદયરોગમાં મળી વિનામુલ્યે સારવાર

રહિમાબેનનાં સુપુત્રી રજીયાબેને જણાવ્યુ જો સરકારની આરોગ્યલક્ષી સહાય ના મળી હોત તો અમે મારી માતાને મોંઘી સારવાર કરાવવા અસમર્થ હતા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગરીબ પરીવારો માટે સદૈવ ચિંતા કરી તેમની સુખાકારી માટે અનેકાનેક યોજનાઓ કાર્યાન્વીત કરી ગરીબ પરીવારોનાં સામાજીક ઉન્નમુલન માટે કામ કરી રહ્યા છે. નરેન્દ્રભાઇ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે આયુષમાન ભારત યોજના પહેલા ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે “મુખ્યમંત્રી અમૃતમ માં યોજના” ૦૪-સપ્ટેમ્બર૨૦૧૨ થી અમલ માં મુકેલ હતી. ત્યારબાદ અમૃતમ મા યોજના નો વ્યાપ વધારી ને મધ્યમ વર્ગ ના પરિવારો ને પણ લાભ આપવા માટે તેની આવરી લઈ ને ૧૫ ઓગષ્ટ ૨૦૧૪માં ગુજરાતમા  “માં વાત્સલ્ય” યોજના અમલ માં મુકીહતી. હવે ” મુખ્યમંત્રી અમૃતમ માં યોજના “અને “માં વાત્સલ્ય ” યોજના ને મર્જ કરીને કેન્દ્ર સરકાર દ્વારા તમામ ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સામાન્ય બીમારી થી લઈ ને ગંભીર બીમારી માં લોકો ને મફત સારવાર મળી રહે એ માટે એક વિશેષ યોજના જાહેર કરવા માં આવી છે. આ યોજના ના અમલ પછી   જેનું નામ “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના “(PMJAY) આ યોજના ની જાહેરાત પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ માં કરવા મા આવેલ હતી. જે  ૪-એપ્રિલ ૨૦૧૮ ના રોજ આંબેડકર જયંતિ ના દિવસે છત્તીસગઢ થી શરૂ કરવા મા આવેલ, જેમની પાસે અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ય છે. તે તમામ ને  નવા આવક ના દાખલા દ્વારા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલ એજન્સી ના ઓપરેટરો પાસે થઈ ને આયુષમાન કાર્ડ ( pmjay ) ના કાર્ડ માં કનવર્ટ કરાવી શકે છે. આયુષમાન ભારત યોજના (pmjay)નો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવાર ના કોઈ પણ સભ્ય ને આકસ્મિક કોઈ ગંભીર બીમારી આવી પડે તો તે ગરીબ કે મધ્યમ વર્ગ ના  પરિવાર પડી ભાંગે છે અને પૈસા ના અભાવ ના કારણે હોસ્પિલ માં સારવાર માટે જઇ શકતા નથી, અને ઘરે જ વેદના થી મૃત્યુ પણ થઈ જતું હોય છે. આવા પરિવાર ના દરેક સભ્ય ને આયુષમાન ભારત યોજના ( pmjay ) અંતર્ગત પરિવાર ના દરેક સભ્યો ને વ્યક્તિ દીઠ આયુષમાન કાર્ડ કાઢી આપવા માં આવે છે. જે  આયુષમાન કાર્ડ માં સામાન્ય થી લઈ ને ગંભીર બીમારી ની સરકારી અને સરકાર માન્ય પ્રાઇવેટ (ખાનગી) હોસ્પિટલોમા વાર્ષિક ધોરણે પરિવાર ના દરેક સભ્યના  આયુષમાન કાર્ડ ના માધ્યમ દ્વારા ૧૦ લાખ (૧૦૦૦૦૦૦) ની કેશલેસ આરોગ્ય ની સુવિધા પુરી પાડવામાં આવે છે.  આયુષમાન ભારત યોજના ( pmjay ) અંતર્ગત મેંદરડા તાલુકાનાં નાનકડા ગામનાં રજીયાબેને સાસણ ખાતે પી.એમ. જનમન કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોની ઉપસ્થિતીમાં વાત કરતા જણાવ્યુ હતુ કે મારી માતાને હ્રદયની તકલીફ થતાં અમોએ ડેડકીયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચકાસણી કરાવતા વધુ સારવાર માટે અમોને જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં રીફર કરાયા હતા. જ્યાં વધુ સાધનીક સારવાર અને ઓપરેશન માટે અમોને અમદાવાદ સિવીલ અને યુએન.મહેતા હોસ્પીટલ જવાનું જણાવાતા અમારી પાસે વધુ ખર્ચ કરવાની અસમર્થતા હોવાથી અમે આર્થિક મુંજવણ અનુભવી રહ્યા હતા. પરંતુ ડેડકીયાળી ખાતે ડો. પુજા પ્રિયદશિર્ની મેડમે અમોને પી.એમ.આયુષમાન ભારત યોજના (pmjay) અંતર્ગત મળતી સારવાર અંગે જાણકારી આપી તેનું કાર્ડ ઉપલબ્ધ કરાવી અમદાવાદ યુએન મહેતા હોસ્પીટલમાં મારી માતા રહિમાબેન અલીભાઇ સીરમાનને સારવાર વ્યવસ્થાકરી જ્યાં મારી માતાને હ્રદય સંબંધી ઓપરેશન અને સઘળી સારવાર નિઃશુલ્ક કરવામાં આવી અને અમને ઘરથી હોસ્પીટલ સુધી વાહતુક વાહન પ્રવાસ ખર્ચ પણ આપવામાં આવ્યો હતો. આજેમારી માતા પ્રધાનમંત્રીની આયુષમાન ભારત યોજના ( pmjay ) થી સંપુર્ણ સ્વસ્થ છે. અમો ભારત સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!