NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી:તા.૦૮ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કેટલાક માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી નવસારી પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરી છે.

વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા કેટલાક રસ્તાઓ નુક્શાનગ્રસ્ત થયા હતા ત્યાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રોડની સરફેસિંગ કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ લોકોની અવરજવર સરળ બને એ માટે તાત્કાલિક સફાઈ, મટિરિયલ ભરી, મરામત કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરવામાં આવી રહ્યા છે . જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓમાં પડેલા ખાડા તેમજ તૂટી ગયેલા રસ્તાઓની મરામત કામગીરી માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!