કાંકરેજ તાલુકા ના થરામાં કાંકરેજ તાલુકો અને થરા શહેર ભાજપા દ્વારા “સંવિધાન ગૌરવ શોભાયાત્રા” નીકળી..
કાંકરેજ તાલુકા ના થરામાં કાંકરેજ તાલુકો અને થરા શહેર ભાજપા દ્વારા "સંવિધાન ગૌરવ શોભાયાત્રા" નીકળી..

કાંકરેજ તાલુકા ના થરામાં કાંકરેજ તાલુકો અને થરા શહેર ભાજપા દ્વારા “સંવિધાન ગૌરવ શોભાયાત્રા” નીકળી..
ભારતનું બંધારણ ના ૭૫ વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે.નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા આશય થી કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકો અને થરા શહેર દ્વારા “સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શોભાયાત્રા” બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાધેલાના અધ્યક્ષ સ્થાને,થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભટેસરીયા,બ.કાં. જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ ઝેણુભા વાઘેલા,હરગોવનભાઈ શિરવાડીયા,તેજાજી ઘાંઘોસ, લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર ચૌધરી,પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,થરા શહેર ભાજપા પૂર્વ મહામંત્રી રાધેવેન્દ્ર જોષી,સંતગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવિણભાઈ પરમાર,રામજીભાઈ પરમાર ભાવનગર, કરશનભાઈ ચૌહાણ માનપુરા (શિ.), શરદભાઈ સાંપરીયા સહીત ભાજપાના કાર્યકરોની હાજરીમા આજરોજ તા.૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૧૦ કલાકે માર્કેટયાર્ડ થી “વંદે માતરમ”ના નારા સાથે પ્રસ્થાન કરી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુએ પુષ્પાંજલી અર્પણ કરી વાળીનાથ મંદિર રોડ,રબારી વાસ થઈ જૈન દાદાવાડી સામે આવેલ શ્રી રામદેવ પીરના મંદિરે પહોંચી શ્રી રામદેવ પીર ના દર્શન કરી સભાના રૂપમાં ફેરવાઈ હતી.ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 9979521530





